US debt crisis 2025: ટ્રમ્પ વહીવટ અને વધતું દેવું, ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે અમેરિકાનું આર્થિક સંકટ
US debt crisis 2025: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાનો ભારોભાર હિસ્સો જોવા મળ્યો છે. એક તરફ યુદ્ધથી સંબંધિત દબાણ છે તો બીજી તરફ દેશનું રાષ્ટ્રીય દેવું 37 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે, જે અમેરિકાના અર્થતંત્ર માટે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યું છે.
અમેરિકાનું રાષ્ટ્રીય દેવું અને તેની અસર
ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં પણ આ દેવું સતત વધતું રહ્યું છે. એક અંદાજ અનુસાર, જો આ દેવું ઉપર નિયંત્રણ નહીં આવે તો 2055 સુધીમાં તે અમેરિકાના જીડીપીના 156 ટકા સુધી પહોંચી શકે છે. વર્તમાનમાં અમેરિકા દર વર્ષે 2 ટ્રિલિયન ડોલર કરતાં વધુ વ્યાજ ચૂકવવાનું ભારસામનુ કરે છે, અને આ કારણે દેશના વિકાસ પર મોટી અસર પડી રહી છે.
દેવાના કારણે વધતી આર્થિક તકલીફો
આ બોજને કારણે સરકાર સામાજિક સુરક્ષા, મેડિકેર અને રક્ષણ ક્ષેત્રમાં ખર્ચ ઘટાડવાનો વિકલ્પ વિચારતી હોય છે. અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે વધતા દેવાના કારણે ખાનગી રોકાણ ઘટી શકે છે અને અર્થતંત્રમાં મંદીનો ખતરો છે.
ભારતમાંથી લોન લેવાની ઘોષણા
આ તંગી વચ્ચે, અમેરિકાએ ભારત સહિત કેટલાક દેશોથી લોન લેવાની પણ વાત કરી છે, જે આર્થિક તણાવને વધુ પ્રગટાવે છે.
Just surpassed $37,000,000,000,000.00 in debt.
Something has to change. pic.twitter.com/wNR4sm1QCC
— Gunther Eagleman™ (@GuntherEagleman) June 20, 2025
ડોલર મજબૂત રહેશે કે નહીં?
જ્યારે દેશનું દેવું વધી રહ્યું છે, ત્યારે ડોલર માટે પણ જોખમ ઉભું થયું છે. જો આ દેવાની સમસ્યા પર યોગ્ય નિયંત્રણ ન આવે તો ડોલર નરમ પડી શકે છે, જે વૈશ્વિક બજારોને અસર કરશે. તેમ છતાં, વર્ષ 2025 માટે અમેરિકાના GDP વૃદ્ધિ દર 1.4 થી 1.6 ટકા વચ્ચે રહેવાની અપેક્ષા છે, જે ગતિમાં થોડી ધીમી છે.