છે. અમેરિકા સહિતના દેશો પર કોરોના રીતસરનો કાળ બનીને તુટ્યો છે. આ મહામારીએ વિશ્વમાં તબાહી મચાવી દીધી છે. જોકે બ્રિટેનના વૈજ્ઞાનિકોને એક મોટી સફળતા મળી છે. બ્રિટનના આ વૈજ્ઞાનિકોએ એક એવી ટેસ્ટ કીટ વિકસાવી છે જેના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ જાતે ટેસ્ટ કરી અને તેનામાં Covid19ના લક્ષણો છે કે નહીં તેની માહિતી મેળવી શકશે.
આ ટેસ્ટ દ્વારા વ્યક્તિ કોરોનાથી 100 ટકા સંક્રસિત થયો છે કે નહીં તેની માહિતી નહીં મળે પરંતુ સંક્રમણના શરૂઆતના લક્ષણો વિશે ચોક્કસથી માહિતી મળી જશે.