વિદેશ મામલાઓના મંત્રી જયશંકરે ગુરુવારે એ તમામ સરકારી કર્મચારીઓની તારીફ કરી જેમણે દેશભરના નાગરિકોના પાસપોર્ટ જારી કરવાનું કામ કર્યું છે. ‘પાસપોર્ટ સેવા ડિવ’ના અવસર પર કેન્દ્રીય મંત્રી જયશંકરે ખાસ પાસપોર્ટ સર્વિસને લઇ હાઈ સ્ટાન્ડર્ડ બનાવી રાખવાનો પણ ઉલ્લેખ કર્યો. આ દરમિયાન તેમણે વિદેશ મંત્રાલય અને પાસપોર્ટ જારી કરવાની પ્રક્રીયા સાથે જોડાયેલ એજન્સીઓને કોવિડ-19 મહામારીની બીજી લહેરમાં પણ સારા કામ માટે તારીફ કરી.તેમણે કહ્યું, ‘મહામારી છતાં, અમે ઓછામાં ઓછા સમયમાં પાસપોર્ટ જારી કરી રહ્યા છે અને ઉમ્મીદ છે કે જલ્દીથી મહામારી પહેલાની સ્થિતિ થઇ જશે.’ જયશંકરે કહ્યું કે મંત્રાલયે પાસપોર્ટ સર્વિસ પ્રોગ્રામ માટે વિદેશમાં સ્થિર 174 એમ્બેસી અને કોન્સુલેટસને ઇન્ટિગ્રેટ કર્યા છે તેમણે કહ્યું, ‘મને ખુશી વૈશ્વિક સ્તર પર પોતાની પહોંચ સારી કરવાની પ્રક્રિયા હેઠળ મંત્રકાયના 174 વિદેશી એમ્બેસી અને કોન્સુલેટ્સને ઇન્ટિગ્રેટ કરવાનું કામ કર્યું છે. આ હેઠળ ભારત અને વિદેશો સુધી પહોંચેલ નાગરિકોને સેન્ટ્રલાઈઝડ પાસપોર્ટ જારી કરવાની સિસ્ટમ હેઠળ મોટી રાહત મળી શકશે. આ કામ પાસપોર્ટ સેવા કાર્યક્રમ હેઠળ કરવામાં આવી રહ્યું છે. અમે અગ્રતાના ધોરણે મિશન ઇંટિગ્રેશનની પૂર્ણ કરવી પડશે.’ વિદેશ મંત્રીએ આ દરમિયાન પાસપોર્ટ જારી કરવાની સરળ કરવામાં આવેલી પ્રક્રીયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું મંત્રાલય સતત નાગરિકો માટે અનુપાલનનું દબાણ ઓછું કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. આ દરમિયાન તેમણે સેન્ટ્રલ પાસપોર્ટ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા કેટલાક કર્મચારીઓ દ્વારા કોરોના વિરુદ્ધ જંગ હારવા અંગે જાણકારી આપી છે.
