શાસ્ત્રોમાં કહેવાયું છે કે, મનુષ્યનું શરીર પાંચ તત્વો (જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશ) નું બનેલું છે. આ તમામમાં વાયુ અને જળને સૌથી વધારે મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે કારણ કે, તેના વગર જીવન જ શક્ય નથી. જળના સ્વામી વરૂણદેવ છે અને જળનો સંબંધ ચંદ્ર અને શુક્ર આ બંને ગ્રહો સાથે છે. સાચી રીતે જો જળનો ઉપયોગ કરવામાં આવે તો ચંદ્ર અને શુક્ર બંનેને મજબૂત કરી શકાય. પાણી કેટલું મૂલ્યવાન છે એ સૌ કોઇ જાણે છે પરંતુ પાણી માત્ર પીવામાં જ કામ નથી આવતું પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં અનેક પ્રકારના ઉપાય પણ પાણીના માધ્યમથી કરવામાં આવે છે જેથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરી શકાય. પૂજા-પાઠ દરમ્યાન પણ લોટા અથવા તો કળશમાં પાણી રાખવામાં આવે છે. એવી માન્યતા છે કે પાણીનો વ્યય કરવાથી તમારે આર્થિક અને માનસિક રીતે અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
જો દાંપત્ય જીવનમાં કોઇ પણ પ્રકારની પરેશાની હોય, તો બંને પાર્ટનરની વચ્ચે આપસી તાલમેલ ના થઇ શકતો હોય તો પાણીનો આ ઉપાય તમારે વધુ કામ આવી શકે છે. વરસાદના પાણીને એક ગ્લાસ અથવા તો બોટલમાં ભરીને તેને પોતાના બેડરૂમમાં મૂકી દો. આવું કરવાથી બેડરૂમની નેગેટિવ એનર્જી પણ દૂર થઇ જશે અને તમારા વૈવાહિક જીવનમાં પણ સુધાર આવશે અને મઘુરતા પણ આવશે.જ્યોતિષ શાસ્ત્રના કહેવા અનુસાર, જો કોઇ વ્યક્તિને કોઇ પણ જાતની માનસિક પરેશાની છે, વધુ તણાવ રહ છે તો તેને રાત્રે સુતા પહેલાં એક ગ્લાસ પાણીને પોતાના બેડ નીચે રાખવો જોઇએ અને સવારે ઉઠીને તે પાણીને ટોયલેટમાં નાખી દેવું. એવી માન્યતા છે કે, આવું કરવાથી નકારાત્મકતા દૂર થશે અને વ્યક્તિ માનસિક રીતે મજબૂત બનવા લાગે છે.જ્યોતિષ શાસ્ત્રના કહેવા અનુસાર, જે ઘરમાં ઉત્તર-પૂર્વ દિશાની વચ્ચે કોઇ પાત્રમાં ગંગાજળ રાખવામાં આવે છે તે ઘરમાં ધન ક્યારેય ખૂટતું નથી, આનું કારણ એ છે કે, ઉત્તર-પૂર્વ દિશાને બાકીની દિશાઓ કરતા સર્વોત્તમ માનવામાં આવે છે. આ સિવાય ઘરના મુખ્ય દ્વારા પર કોઇ વાસણમાં શુદ્ધ જળ રાખવાથી નકારાત્મક ઉર્જા પણ ઘરમાં પ્રવેશ નહીં કરે અને હંમેશા ઘરમાં પોઝિટિવ જ વાતાવરણ રહેશે.