આ વીડિયો દક્ષિણ અમેરિકાના કોલમ્બિયાના એક પાર્કનો છે. ત્યા હાજર મહિલાને પહેલાં એમ હતું કે તે કોઈ વુડન ક્રિએચર છે પરંતુ અચાનક આ ઘોસ્ટ બર્ડે મૂવમેન્ટ કરતાં મહિલા ગભરાઈ હતી. મહિલાએ આ સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી છે અને હવે તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.આ પક્ષી ‘ઘોસ્ટ બર્ડ’ નામથી એટલા માટે વાઈરલ છે કારણ કે તેની આંખો મોટી છે અને તેનો અવાજ ડરામણો છે. આ પક્ષીનું નામ potoo (પોટૂ) છે. મેક્સિકોમાં એક પાર્કમાં મહિલાની નજર આ ‘ઘોસ્ટ બર્ડ’ પર ગઈ. તેણે કેમેરાથી આ ડરામણાં પક્ષીને શૂટ કરવાનું શરૂ કર્યું. જેવી મહિલા તેની નજદીક કેમેરા લઈ ગઈ તેણે અચાનક પોતાની આંખ ખોલી અને જોરથી ચીસાચીસ કરવા લાગ્યું.મહિલા તેનાં શૂટિંગ દરમિયાન તેનો હાથ ઊંચો કરતી તો આ પક્ષી તેના જવાબમાં ચીસો પાડતું હતું. આવું ઘણી વાર બન્યું જાણે ઘોસ્ટ બર્ડ મહિલા સાથે એક પ્રકારનો સંવાદ કરી રહ્યું હોય. ‘ઘોસ્ટ બર્ડ’નો વીડિયો ઉતારનાર મહિલા કહે છે કે આ પક્ષીને જોઈને તેને પહેલાં એમ લાગ્યું કે આ કોઈ વુડન મોડેલ છે. પરંતુ તેણે મૂવમેન્ટ કરી અને મોં ખોલીને ડરામણાં અવાજ કરવા લાગ્યું તો તે ગભરાઈ ગઈ હતી.
