અમેરિકામાં ફરી એક વખત ગોળીબારની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. વર્જીનિયા બીચમાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો જેમાં 12 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યના વર્જીનિયા બીચ શહેરમાં મ્યૂનિસિપલ સેન્ટરની બિલ્ડિંગમાં જ્યારે છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગોળીબાર કરનાર આરોપી ઘણા લાંબા સમયથી વર્જીનિયા બીચમાં જ સરકારી કર્મચારી હતો.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ‘કર્મચારી કોઈ કારણસર અસંતુષ્ટ હતો જેના કારણે તેણે આ કરતૂત કરી હોવી જોઈએ. હુમલાખોરને પોલીસે ઠાર કરી દીધો છે. ઈજાગ્રસ્તોમાં એક પોલીસનો સમાવેશ પણ થાય છે પરંતુ તેની પાસે બુલેટપ્રૂફ જેકેટ હોવાના કારણે તેનો જીવ બચી ગયો હતો.’