ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને અફતાબે કહ્યું છે કે બંને દેશોએ યુદ્ધ વિશે વિચાર્યા વગર પોતાના દેશના ગરીબ અને નિરક્ષરો માટે કામ કરવું જોઈએ. છેલ્લા થોડા દિવસોમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને સેના પ્રમુખ કમર જાવેદ બાજવાએ ભારતની સાથે સારા સંબંધો બનાવવાના સંકેત આપ્યા છે. વાતચીતથી થઈ શકે છે તમામ મુદ્દાનું સમાધાન અફતાબ હસન ખાને કહ્યું કે પાકિસ્તાન તેના પાડોશી દેશો સાથે સારા સંબંધ ઈચ્છે છે. તેમણે કહ્યું કે આ શાંતિ થવા પર જ શકય છે અને તેના માટે જમ્મુ-કાશ્મીર સહિતના મુદ્દાઓનું સામાધાન વાતચીત દ્વારા થવું જોઈએ. કાશ્મીરનો મુદ્દો છેલ્લા 70 વર્ષથી ચાલી રહ્યો છે. બંને દેશોના વલણમાં આવી નરમાઈ છેલ્લા થોડા દિવસોમાં ભારત અને પાકિસ્તાન બંને દેશોના વલણમાં નરમાઈ જોવા મળી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તેમના શરૂઆતના કાર્યકાળમાં વાતચીતના સંકેત આપ્યા હતા. જોકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ઠુકરાવતા સ્પષ્ટતા કરી હતી કે બંદૂક અને બોલી સાથે-સાથે ન ચાલી શકે. જોકે છેલ્લા થોડા દિવસોથી એવું દેખાઈ રહ્યું છે કે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સમુદાય સંપૂર્ણ દબાણ લાવી રહ્યો છે કે તે ભારત સાથે વાત કરે.
