છત્તીસગઢના કાંકેર જિલ્લાના ભાનુપ્રતાપપુરથી એક અનોખી તસવીર નીકળીને સામે આવી છે. અહીં હાથીઓથી જીવ બચાવવા માટે ગ્રામ્યજનો પોતાને જેલમાં બંધ કરી દે છે. દંડકારણ્યના ઘટાદાર જંગલમાં હાજર કાંકેરના ભાનુપરતાપુરના અનેક ગામડાઓના સેંકડો આદિવાસીઓએ રાત પડતા જ વિસ્તારમાં રહેલી જેલમાં હાથીઓથી જીવ બચાવવા છુપાઇ જવું પડે છે. 20થી વધુ સંખ્યામાં હાથી અહીં દિવસમાં જંગલમાં પહાડો પર સૂઇ જાય છે અને પછી રાત્રિએ ગામડાઓમાં ઘૂસીને ઉત્પાત મચાવે છે.છેલ્લાં 1 મહીનાની અંદર હાથીઓએ છત્તીસગઢના મહાસમુંદ અને જશપુરમાં 3 લોકોને કચડીને મારી નાખ્યા છે, જેના ડરથી દરરોજ સાંજ પડતા જ સેંકડોની સંખ્યામાં ગ્રામ્યજનો જેલમાં શરણ લઇ લે છે. અહીં જેલમાં બંધ થઇને કેદીઓ રાત વિતાવે છે અને ત્યાર બાદ સવાર પડતા જ પોતાના ઘરો તરફ જતા રહે છે.અન્ય એક ગ્રામ્યજન સકલુએ જણાવ્યું કે, હાથીઓના આતંકને કારણે અમે જેલમાં કેદીઓની જેમ રહીએ છીએ. આવું અમે પહેલાં ક્યારેય નથી જોયું. ડર લાગે છે. 2-3 વાગતાની સાથે જ અમારે જેલની શરણ લેવી પડે છે. ગ્રામ્યજનો અને હાથીઓની વચ્ચે દ્વંદ્વને લઇને સરકારનું કહેવું છે કે, ‘સરકાર ગ્રામ્યજનોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. આ હાથીઓના પરિભ્રમણનો વિસ્તાર છે અને ગયા વર્ષે પણ હાથીઓ અહીં આવ્યા હતાં અને અહીંથી જ પરત ચાલ્યા ગયા હતાં.’ મુખ્યમંત્રી ભુપેશ બધેલએ જણાવ્યું કે, હાથી રાયગઢ કોરબા થઇને બારનવાપારાના જંગલ થઇને અહીં સુધી પહોંચ્યા હતાં. હાલ કાંકેરમાં છે અને ગયા વર્ષે પણ અહીં આવ્યા હતાં. અહીંથી તેઓ પરત ફર્યા હતાં. છત્તીસગઢમાં હાથી અને માનવ દ્વંદ્વની કહાની ખૂબ જ જૂની છે. અહીં છેલ્લાં 5 વર્ષમાં 350 થી વધારે લોકોના મોત માનવી અને હાથીઓ વચ્ચેના યુદ્ધમાં થયા છે. અહીં 25 થી પણ વધારે લોકો આમાં માર્યા ગયા છે. છત્તીસગઢમાં માનવ અને હાથીઓના દ્વંદ્વને રોકવા માટે 2000 વર્ગ કિમીમાં હાથીઓ માટે લેમરૂ રિઝર્વ એલીફન્ટ ફ્રન્ટ પણ પ્રસ્તાવિત છે પરંતુ વિપક્ષનો આરોપ છે કે, સરકાર આ યોજનમાં માત્ર ભ્રષ્ટાચાર કરી રહી છે. ભાજપના પૂર્વ મંત્રી વ્રજમોહન અગ્રવાલએ જણાવ્યું કે, ‘સરકારને હાથી અને માનવી વચ્ચેના દ્વંદ્વથી કોઇ જ લેવાદેવા નથી. તેમાં માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.’
