ધાર નિવાસી લકવા પીડિતા કલાબાઈ નામની મહિલાને એક મહિના પહેલાં તાવ આવ્યો હતો, ત્યારે પરિવારના લોકો ઈન્દોરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં દર્દીને માથામાં દુખાવો અને નબળાઈની ફરિયાદ હતી, તો બ્રેનનું સીટી સ્કેન કરાવવામાં આવ્યું, પરંતુ કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવવાને કારણે ઓપરેશન ટાળવું પડ્યું અને પરિવારના લોકો કલાબાઈને પાછા ધાર લઈ આવ્યાં. અહીં ફરી કલાબાઈનો RT-PCR કરવામાં આવ્યો. આ વખતે કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ મુશ્કેલી વધી તો પરિવારના લોકો ન્યૂરોસર્જન ડૉ. દીપક કુલકર્ણીની પાસે પહોંચી ગયા. ડૉ. કુલકર્ણીએ જણાવ્યું કે કલાબાઈ જ્યારે આઈસોલેશનમાં હતી તો નબળાઈ વધી ગઈ. બોલવામાં અને ચાલવા-ફરવામાં મુશ્કેલી આવી. એક મહિના પહેલાં થયેલા સીટી સ્કેનમાં એક સેમી નાનકડી ગાંઠ જોવા મળી હતી, જેને લિઝન કહેવાય છે. પરંતુ બીજી વખત MRI કરાવવામાં આવ્યો તો રિપોર્ટ જોઈને એવું લાગ્યું કે આ કેન્સરનું ટ્યૂમર હોય શકે છે. અમે ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો. ઓપરેશન પછી જ્યારે બાયોપ્સી કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે આ કેન્સરનું ટ્યૂમર નથી, પરંતુ વ્હાઈટ ફંગસ છે, જેનો આકાર લગભગ 10-11 સેમી છે.
