દક્ષિણ અમેરિકાના ગુયાનામાં સામૂહિક આત્મહત્યાની ઘટનાએ દુનિયાને ચોંકાવી દીધી. આ ઘટના ઇતિહાસમાં નોંધાઈ છે અને તે બધાને ખરાબ રીતે હચમચાવી દીધા હતા. આ ઘટના પાછળ જીમ જોન્સ નામના ધાર્મિક નેતાનો હાથ હતો, જે પોતાને ભગવાનનો અવતાર કહેતો હતો.જિમ જોન્સે વર્ષ 1956 માં જરૂરિયાત મંદોની મદદ કરવાના નામે ‘પીપલ્સ ટેમ્પલ’ નામે એક ચર્ચ બનાવ્યુ, જેના દ્વારા ધાર્મિક માન્યતાઓ અને અંધશ્રદ્ધાના આધારે તેણે હજારો લોકોને તેના અનુયાયીઓ બનાવ્યા. જિમ જોન્સ સામ્યવાદી વિચારધારાના હતા અને તેમના મંતવ્યો યુ.એસ. સરકાર કરતા અલગ હતા. તેથી તે તેના અનુયાયીઓ સાથે શહેરથી દૂર ગુયાનાના જંગલોમાં ગયો અને ત્યાં તેણે એક નાનું ગામ પણ સ્થાયી કર્યું હતું. પરંતુ થોડા જ દિવસોમાં તેની વાસ્તવિકતા લોકોમાં આવવા લાગી.
જિમ જોન્સ તેમના અનુયાયીઓને દિવસભર કામ કરાવતો હતો અને રાત્રે થાકી ગયા પછી સૂવા જતા હતા ત્યારે પણ તેઓને સુવા નોહ્તો દેતો. તેઓ તેમને હેરાન કરવા માટે ભાષણની શરૂઆત કરતા. આ દરમિયાન કોઈ સૂઈ તો નથી રહ્યું ને તે જોવા માટે તેના સૈનિકો ઘરે ઘરે જતા હતા. જો કોઈ સૂતેલો જોવા મળે છે, તો તેને કડક સજા આપવામાં આવી હતી જ્યારે જોન્સને જાણ થઈ કે સરકાર તેમના ઇરાદાને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે તે સક્રિય થઇ ગયા. તેણે એક ટબમાં ખતરનાક ઝેર ભેળવીને પીણું બનાવ્યું હતું. લોકોને જબરજસ્તી તે પીણું પીવાની ફરજ પાડી હતી. આ રીતે, અંધવિશ્વાસના કારણે 900 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આમાં 300 થી વધુ બાળકો પણ શામેલ હતા. આ ઘટનાને અત્યાર સુધીનો સૌથી મોટો હત્યાકાંડ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે લોકોના મોત બાદ જીમ જોન્સનો મૃતદેહ પણ એક જગ્યાએ મળ્યો હતો.