ફિલીપાઈન્સમાં ભૂખના કારણે એક વ્હેલ માછલીનું મોત થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, આ વ્હેલ માછલીના પેટમાંથી 40 કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો નીકળ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ કચરાના કારણે વ્હેલ કંઇ પણ ખાઈ કે પી શકતી નહતી, જેના કારણે એ બિમાર થઈ ગઈ હતી.
પર્યાવરણ ચાહકોએ આ ઘટનાને દરિયાઇ જીવોને ઝેર આપવાનો સૌથી ખરાબ મામલો ગણાવ્યો છે. પર્યાવરણ માટે કામ કરનાર સંગઠનોએ પ્લાસ્ટિક ઉપયોગ પર ફિલીપાઈન્સની નિર્ભરતાના કારણે એને વિશ્વના સૌથી મોટા મહાસાગરને પ્રદૂષિત કરનાર દેશ તરીકે ટેગ કર્યો છે.
છેલ્લા 10 વર્ષ દરમિયાન 61 ડોલ્ફિન અને વ્હેલના પોસ્ટમોર્ટમ કરાયા છે, પરંતુ આ વ્હેલના પેટમાંથી સૌથી વધુ માત્રામાં પ્લાસ્ટિક કચરો નીકળ્યો છે. પ્રાદેશિક મત્સ્ય બ્યૂરોના વડા ફાતિમા ઈદરીસે કહ્યું કે, આ વ્હેલ ખૂબ કમજોર થઈ ગઈ હતી અને પોતાની રીતે તરી શકતી નહતી