બોસ્ટન શહેરમાં રહેતી મેલિસાનાં ઘરે નાનકડું મહેમાન આવ્યું તે વાતની ખુશી તો થઇ પણ બધાને સાથે આશ્ચર્ય પણ થયું. અનિયમિત પીરિયડ્સ સાઈકલ હોવાને લીધે તેણે એ વાત પણ ખાસ ધ્યાન ના આપ્યું. તેને આ તકલીફ પહેલેથી હતી આથી 5 મહિનાથી પીરિયડ્સ ના આવવા છતાં તેના પેટનું પાણી પણ ના હલ્યું.8 માર્ચના રોજ મેલિસાને પેટમાં દુખાવો ઉપડ્યો તે હોસ્પિટલ જતા પહેલાં બાથરૂમ ગઈ. મેલિસાએ કહ્યું, બાથરૂમમાં મેં બ્લડ જોયું. મને લાગ્યું આ સારી વાત છે. ઘણા સમય પછી પીરિયડ્સ આવ્યા હતા. તેણે એ પછી માતાને ફોન કરી કહ્યું કે તે સ્વસ્થ છે ત્યાં તો ફરીથી દુખાવો થયો. ન્યૂઝ એજન્સી USA ટુડે સાથે વાતચીત દરમિયાન કહ્યું, હું ટોઇલેટ સીટ પર બેસીને બૂમો પાડી રહી હતી, આ દુખાવા પરથી ખબર પડી ગઈ આ પીરિયડ્સ તો નથી જ. મને કિડની સ્ટોન હોય તેવું લાગ્યું. થોડા સમય પછી મને લાગ્યું મારા શરીરમાંથી કોઈ વસ્તુ રિલીઝ થઇ છે. જોયું તો બેબી હતું, કોઈ ઓર્ગન એક કિડની સ્ટોન નહોતો.
