થાઈલેન્ડમાં 67 વર્ષીય વ્યક્તિ વધારે પડતી વાછૂટની ફરિયાદ લઈને ડૉક્ટર પાસે ગઈ હતી. દર્દીની ફરિયાદ સાંભળીને તપાસ કરતા ખબર પડી કે તેમના મળાશયમાં 59 ફૂટ લાંબુ કરમિયું હતું. ઓપરેશન કરીને તેમના મળાશયમાંથી આટલું મોટું કરમિયું કાઢવામાં સફળતા પણ મળી પણ સાથે આશ્ચર્ય પણ થયું. થાઈલેન્ડમાં નોંગ ખાઈ પ્રોવિન્સમાં રહેતા વૃદ્ધનો કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેઓ દુખાવો થતા સામાન્ય દવા લઇ લેતા હતા પણ હાલત બગડતા હોસ્પિટલના પગથિયા ચડ્યા હતા.આટલા લાંબાં કરમિયાંને લેબ ટેસ્ટમાં મોકલતા તેમાં 28 ઈંડાં હોવાનું માલુમ પડ્યું. 20 માર્ચે દર્દીની ટ્રીટમેન્ટ થયા બાદ હાલ તે સ્વસ્થ છે. આ કેસ જોઇને ડૉક્ટરે કહ્યું, દેશની મેડિકલ હિસ્ટરીમાં છેલ્લા 50 વર્ષમાં પ્રથમવાર આટલું મોટું કરમિયું જોયું નથી. આ કૃમિ મનુષ્યના શરીરમાં 30 વર્ષથી વધારે જીવિત રહી શકે છે.
