અમેરિકન એરલાઈનમાં સફર કરી રહેલી વાલ્કા સુઝુલી નામની 26 વર્ષીય યુવતીએ ચાર્જિંગ ઈશ્યુને કારણે એવો તાંડવ કર્યો કે પાયલટે પ્લેન લેન્ડ કરવાની ફરજ પડી. ટોક્યોથી ડલાસ જતી ફ્લાઈટમાં સવાર વાલ્કા તેની સીટ પાસેના ચાર્જિંગ પોઈન્ટ કામ ન કરી રહ્યું હોવાથી અકળાઈ હતી તેને અનેક વખત એર હોસ્ટેસને તેનો મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે સુવિધા કરવા કહ્યું પરંતુ તેની સમસ્યાનું સમાધાન ન મળતાં તે ક્રુ મેમ્બર પર લાલગુમ થઈ. વાલ્કા ચાર્જર માટે એટલી બેબાકળી થઈ ગઈ કે તેણે રનિંગ ફ્લાઈટમાં તાંડવ કરવાનો શરૂ કર્યો. તે દોડીને કોકપિટ પાસે જઈ ધમપછાડા કરવા લાગી અને પાયલટને ચાર્જર માટે મદદ કરવા કહેવા લાગી. ક્રુ મેમ્બરે યુવતીને શાંત કરવાના અનેક પ્રયત્નો કર્યા પરતું વાલ્કાનો ગુસ્સો તો સાતમા આકાશે ચડી ગયો હતો. તે ટસની મસ થવા તૈયાર નહોતી. મહિલાનો તાંડવ જોઈને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પાયલટને પ્લેન Seattle-Tacoma ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લઈ જવા કહ્યું. આ ફ્લાઈટમાં 6 પેસેન્જર અને 13 ક્રુ મેમ્બર સવાર હતા. સુઝુકી એટલી હિંસક બની ગઈ હતી કે ક્રુ મેમ્બર સાથેની મારામારી બાદ તેના હાથ બાંધી દેવામાં આવ્યા હતા. જ્યારે પ્લેન Seattle એરપોર્ટ પર લેન્ડ થયું તો તેણે અકડાઈને નીચે ઉતરવાની ના પાડી દીધી. આ ઘટના એટલી ગંભીર બની કે Seattle એરપોર્ટ પર કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શન અધિકારી આવી પહોંચ્યા હતા. અધિકારીઓની પૂછપરછમાં તેણે સ્વીકાર્યું કે ખરાબ ચાર્જરને કારણે તેણે ક્રુ મેમ્બર સાથે મગજમારી કરી.
