માનવી ભલે એવો દાવો કરતો આવ્યો છે કે તે પ્રકૃતિના રહસ્યો ઉકેલવામાં ઘણો આગળ નીકળી ગયો છે, પરંતુ હકીકત એ છે કે માનવી પ્રકૃતિને સમજવાની ફક્ત ભૂલ કરી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ વૉટર એન્ડ એટમોસ્ફેરિક રિસર્ચ (એનઇડબલ્યૂએ)ના કર્મચારી અડેલ ડ્યૂટિલૉયે કહ્યું કે આ મામલો પાર્ટિનૉન્ગેનેસિસનો હોઇ શકે છે. જેમાં કેટલાંક કિસ્સામાં એક માછલીના શરીરમાં મેલ અને ફીમેલ બંનેની ખૂબીઓ આવી શકે છે. આ કિસ્સાને તેની જ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ ઇન્ટરનેટ પર ખૂબ છવાઇ ગયો. જો કે વિશેષજ્ઞોનું કહેવુ છે કે છેલ્લી મુલાકાત સમયે સ્પર્મ આ માછલીઓએ પોતાની અંદર સુરક્ષિત રાખ્યુ હતુ. પરંતુ તેમની આ થિયરી જલ્દી જ ફગાવી દેવામાં આવી. આ ઘટના સામે આવ્યા બાદથી વૈજ્ઞાનિકો પણ અચંબિત છે. આ બંને માછલીઓ ઇગલ રે પ્રજાતિની છે. જે ખૂબ જ ખતરનાક હોય છે. જો કે ઑકલેન્ડમાં તેમને એક શાનદાર એક્વેરિયમમાં રાખી હતી. બંને જ માદા છે અને બંનેએ જ બચ્ચાને જન્મ આપ્યો છે. ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડથી સામે આવેલી આ ખબર અનુસાર બે ફીમેલ રે માછલીઓએ કોઇ મેલ પાર્ટનર વિના જ બચ્ચાને જન્મ આપ્યો. ખાસ વાત એ છે કે આ બંને માછલીઓ અલગ રહી છે અને પાછલા બે વર્ષોથી કોઇ મેલ પાર્ટનરની નજીક પણ નથી આવી. કુદરત પણ તેના અનેરા રંગ દેખાડે છે. માનવી ભલે તે દાવો કરે કે તે પ્રકૃતિના રહસ્યોને ઉકેલવામાં ઘણો આગળ નીકળી ગયો છે, પરંતુ હકીકત એ છે કે માનવી પ્રકૃતિને સમજવાની ભૂલ માત્ર કરી રહ્યો છે. કારણ કે ન્યૂઝીલેન્ડનો આ કિસ્સો એવો છે જેને જાણીને વિશેષજ્ઞો પણ દંગ રહી ગયા છે.
