કોક્રોચ ઘણા લોકોને આ નામથી જ નફરત છે એટલું જ નહિ ઘણા લોકો એવા પણ છે જે ભલે આ નામથી ગભરાતા નથી પરંતુ એની સામે આવતા જ લોકો ભયથી કૂદી પડે છે. પરંતુ શું તમને ખબર છે એક દેશ એવો છે જ્યાં લોકોને કોક્રોચ ખુબ પસંદ છે અને એનું સરબત પીવે છે. ચીન સહીત ઘણા એશિયાઈ દેશોમાં કોક્રોચને તળીને રાખવામાં આવે છે પરંતુ હવે એને મોટા પાયદાન પર પેદા કરવામાં આવે છે. જેના કારણે આ લોકોની આવકનું કારણ બની ગયા છે. ચાઈનાના એક અહેવાલ મુજબ, ચીનના શીંચાંગ શહેરની એક દવા કંપની પ્રત્યેક વર્ષે એક બિલ્ડીંગમાં 600 કરોડ કોક્રોચનુ પાલન કરે છે જે બિલ્ડીંગમાં આ કોક્રોચનું પાલન કરવામાં આવે છે એનું ક્ષેત્રફળ લગભગ બે મેદાન બરાબર છે. જ્યાં કોક્રોચને પાળવામાં આવે છે ત્યાં હંમેશા અંધારું રાખવામાં આવે છે અને ત્યાં વાતાવરણમાં ગરમી અને ઠંડી બનાવીને રાખવામાં આવે છે.
ફાર્મની અંદર કીડાને ફરવાની અને પ્રજનન કરવાની આઝાદી છે. એમને સૂર્યના પ્રકાશથી દૂર રાખવામાં આવે છે અને તેઓ બિલ્ડીંગની બહાર નહિ જઈ શકે. તમારી માટે જણાવી દઈએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમથી કોક્રોચના ઉછેરને મોનિટર કરવા માટે કરવામાં આવે છે. આના દ્વારા મકાનની અંદર તાપમાન, ખોરાકની ઉપલબ્ધતા અને ભેજ પર નિયંત્રણ રાખવામાં આવે છે. ધ્યેય ટૂંકા ગાળામાં વધુમાં વધુ કોક્રોચ પેદા કરવાનો હોય છે. જ્યારે કોખ કોક્રોચ પુખ્ત વયના હોય છે ત્યારે તેને કચડીને પરંપરાગત ચીની દવાઓના રૂપમાં પીવામાં આવે છે. તેનો ઉપયોગ અતિસાર, ઉલટી, પેટના અલ્સર, શ્વાસની તકલીફ અને અન્ય બિમારીઓની સારવારમાં થાય છે. ચીનની શેન્ડોંગ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના પ્રોફેસર લિયુ યુશેંગે ચાઇનીઝ મીડિયાને જણાવ્યું હતું કે કોક્રોચ પોતે એક દવા છે. આનાથી ઘણા રોગો મટાડી શકાય છે ચીનમાં વૃદ્ધ લોકોની વસ્તી એક મોટી સમસ્યા છે. તેમના રોગોની સારવાર માટે અમે સતત નવી દવાઓની શોધ કરીએ છીએ જે સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ છે.