પાકિસ્તાનના લાહોર શહેરમાં એક બાર્બરનો વિડીયો આ દિવસોમાં સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં બાર્બર હથોડા, ધારદાર ચાકુ અને આગથી વાળોને કાપતો જોવા મળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે બાર્બર લાહોરના લોકોને વાળ કાપવામાં ઘણા સમયથી આવી રમુજ ટેકનિકનો પ્રયોગ કરી રહ્યો છે. આ અજીબોગરીબ રીતે આજસુધીમાં કોઈને ઈજા પહોંચી નથી. હવે વાયરલ થઈ રહેલા આ વિડિયોને સોશ્યલ મિડિયામાં લાખો લોકોએ નિહાળ્યો છે. વાળ કાપનારા આ બાર્બરનું નામ અલી અબ્બાસ છે. તેની લાહોરમાં દુકાન છે. મોટાભાગે તેની દુકાનમાં વાળ કપાવા માટે યુવાઓની ભારે ભીડ જામે છે. અલી અબ્બાસે પાકિસ્તાનની એક ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે, તે દરરોજ વાળ કાપવા માટે નવા નવા નુસખા અપનાવે છે. તેણે જણાવ્યું હતું કે, વાળ કાપવા માટે પોતાના દરેક નવા નુસખાની ટ્રેનિંગ લે છે જેનાથી ગ્રાહકોને ઈજા ન પહોંચે.
તેણે જણાવ્યું હતું કે, મેં કસાઈઓના ચાકુ અને હથોડાનો ઉપયોગ કરીને વાળ કાપવાનો પ્રયોગ કરે છે. આ નવી રીતથી વાળ કાપતા જોઈ રહેલા એક ગ્રાહકે કસ્ટમરે વિડિયો શુટ કર્યો હતો અને સોશિયલ મિડિયામાં શેર કર્યો હતો. જોત જોતામાં આ રીત લાહોરમાં પ્રસિદ્ધ થઈ ગયો. આજે મોટી સંખ્યામાં લોકો તેની દુકાન ઉપર આ નવી રીતથી વાળ કપાવવા માટે લાઈન લગાવીને ઉભા રહેતા હતાં. અલી અબ્બાસે જણાવ્યું હતું કે, તે કાંચના ટુકડાનો ઉપયોગ કરીને વાળોને લેયર આપવાની એક નવી રીત અપનાવે છે. અત્યારસુધીમાં સામાન્યરૂપથી વાળોની લેયરિંગ કરવા માટે કાતરનો ઉપયોગ કરે છે. તેવી જ રીતે અમારા ગ્રાહકો વધારે આકર્ષક દેખાય છે. આ બાર્બરે જણાવ્યું હતું કે, પોતાના કામને દીલથી કરે છે અને તેની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. અલી અબ્બાસના ગ્રાહકોની યાદીમાં માત્ર પુરૂષો જ નહીં પરંતુ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. વિડિયોમાં પણ બૂચર નાઈફની સાથે ઘણી મહિલાઓને વાળ કાપતા જોઈ શકાય છે. એક મહિલા ગ્રાહકે જણાવ્યું કે, શરૂઆતમાં તે વાળ કાપવાની આ સ્ટાઈલથી તે ઘબરાઈ ગઈ હતી. પરંતુ સમયની સાથે હવે બધુ સામાન્ય લાગી રહ્યું છે.