એરિકામાં એક યુવકે ખાવા-પીવાનું છોડી દઈને વ્રત રાખી અને માત્ર 5 બિયર પીને 18 કિલો વજન ઘટાડી દીધું. સિનસિનાટી શહેરમાં રહેતા ડેલ હૉલનું કહેવું છે કે તે માત્ર ચા, કોફી, બિયર અને પાણી જ લઇ રહ્યો હતો અને આશ્ચર્યજનક રીતે તેણે 18 કિલો વજન ઘટાડી દીધું.આ યુવકે જણાવ્યું કે તેને બ્રેકફાસ્ટ (નાસ્તો) કરવો પસંદ નહોતો અને તે દિવસની 2 થી 5 બિયર પી જતો હતો. તેમણે કહ્યું કે તે પહેલી બિયર બપોરે પીતો બાદમાં જયારે પણ ભૂખ લગતી ત્યારે તે બિયર જ પીતો. જોકે, હવે તે પોતાની આ સફળતાને સેલિબ્રેટ કરવા માટે પોતાની પસંદની ચીજો ખાવા પર વિચાર કરી રહ્યા છે.ડેલ વ્રતની ટેક્નિક પર પણ ઘણો વિશ્વાસ ધરાવે છે. તે એક સમયે 18મી સદીના બેવેરિયન સાધુઓની વ્રત પદ્ધતિ ફોલો કરતા હતા. પરંતુ હવે તેઓ ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગનો ઘણો પ્રયોગ કરી રહ્યા છે. આ પદ્ધતિ મુજબ એક વ્યક્તિ પોતાનું જમવાની પતાવ્યા પછી બાકીના 16 કલાક સુધી કઈ જ નથી ખાતો. તેમણે પોતાની હેલ્થ અંગે વાત કરતા કહ્યું કે મારુ કોલેસ્ટેરોલ ઘટ્યું છે. મારુ બાલ્ડ પ્રેશર પણ ઓછું થયું છે અને બ્લડ સુગર પણ ઘટ્યું છે. મારા શરીરના તમામ અંગો સારી રીતે કામ કરતા થઇ ગયા છે. જોકે, ડેલ એ પણ જણાવે છે કે તેઓ કોઈને પણ આ પ્રકારની પદ્ધતિ ફોલો કરવા નહીં કહે. ડેલ પોતાની આ વેટ લોસ સફરના સહારે કોરોના કાળમાં લડી રહ્યા છે અને બાર અને રેસ્ટોરન્ટ વર્કર્સ માટે પૈસા પણ ભેગા કરવા માંગે છે. અત્યારસુધીમાં તેમને 12 હજાર ડોલર એકઠા થઇ ગયા છે. અને આ રૂપિયા 43 બાર અને રેસ્ટોરન્ટને આપવાની યોજના બનાવી રહ્યા છે.
