ઇંગ્લેન્ડમાં 5 મહિનાની લેક્સીનું શરીર પથ્થરમાં ફેરવાઈ રહ્યું છે. જી હા, આ વાત સાંભળીને તો માનવામાં ના આવે પણ સાચી છે. 20 લાખ લોકોમાં માત્ર એક વ્યક્તિને થાય તેવા રેરેસ્ટ ઓફ રેર રોગથી લેક્સી પીડાય રહી છે. તેના પેરેન્ટ્સ તેમની દીકરીની માટે ઓનલાઈન ફંડ રેઝ કરીને સારવાર કરાવી રહ્યા છે.31 જાન્યુઆરીએ જન્મેલી લેક્સી જન્મ સમયે એક હેલ્ધી બેબી હતી, પણ સમય જતા તેની માતા એલેક્સને ખબર પડી કે લેક્સીને ફાઈબ્રોડાઈસપ્લાસિયા ઓસિફિકન્સ પ્રોગ્રેસિવા (FOP)બીમારી છે. આ કન્ડીશનમાં પેશન્ટ 20 વર્ષની ઉંમર સુધીમાં તો પથારીવશ બની જાય છે. તેના શરીરના અંગોનું હલન-ચલન થવાનું બંધ થઈ જાય છે અને આવા લોકોનું આયુષ્ય 40 વર્ષનું હોય છે. હાલ લેક્સીના પગ પથ્થર જેવા જેવા છે. તેનો પંજો કે આંગળીમાં કોઈ હલન-ચલન થતી નથી.એપ્રિલ મહિનામાં લેક્સીના પગમાં કોઈ હલનચલન ના થતા તેના પેરેન્ટ્સને શંકા ગઈ અને એક્સ-રેમાં આ બીમારી વિશે ખબર પડી. લેક્સીની માતા એલેક્સે કહ્યું, અમને પહેલીવાર ખબર પડી ત્યારે ડૉક્ટરે કહ્યું કે, તમારી દીકરી ક્યારેય ચાલી નહીં શકે. લેક્સી એટલી સ્ટ્રોંગ છે કે તેના સ્મિતથી અમારું દુઃખ ભૂલાય જાય છે.
