2 વર્ષની અબીગેલ હજુ પણ નવજાતની સાઈઝના કપડાં પહેરે છે. અબીગેલનું વજન માત્ર 3.18 કિલો છે. ડૉક્ટર્સનું કહેવું છે કે, તે ખાસ પ્રકારના ઠીંગણાપણાંથી પીડિત છે. તેનાં કારણે તેની લંબાઈ 24 ઈંચથી વધારે વધતી જ નથી. અબીગેલની માતા એમિલી કહે છે કે, તે એક દિવસમાં 2 ગ્રામ જેટલી વધે છે. તેના રમકડાં પણ તેની લંબાઈ કરતાં લાંબા છે. ડૉક્ટર્સનું કહેવું છે કે, અબીગેલને માઈક્રોસિફેલિક ઓસ્ટિયોડેસપ્લાસ્ટિક પ્રાઈમોર્ડિયલ ડ્વારફિઝ્મ ટાઈપ-2 નામની બીમારી છે.અમેરિકાના લૂસિયાનામાં રહેનારી એમિલી કહે છે કે, અબીગેલની વૃદ્ધિ થવાનો દર ધીમો છે તે વાત તે ગર્ભમાં હતી ત્યારે માલુમ થઈ. તેને આવી કોઈ બીમારી હશે તેવું એ સમયે જાણી શકાયું નહોતું. તે અન્ય ભ્રૂણની જેમ સમય જતાં વિકસિત થઈ શકી નહોતી. ડિલીવરી સમયે તેનું વજન માત્ર 1.3 કિલોગ્રામ હતું. તે સામાન્ય બાળકોની જેમ જ ભોજન લે છે, પરંતુ તે 2 વર્ષના બાળક જેવી એક્ટિવિટી કરી શકતી નથી.એમિલીનું કહેવું છે કે, જન્મના 8 મહિના પછી ડૉક્ટર્સે જોયું કે બાળકીની લંબાઈ વધતી નહોતી. તપાસમાં તેને દુર્લભ બીમારી હોવાની વાત સામે આવી. આ પહેલાં આવી બીમારીનું નામ સાંભળ્યું પણ નહોતું. ઘરમાં કોઈને આ પ્રકારની બીમારી નહોતી. અમારી પહેલી દીકરી પણ સામાન્ય જ છે.
