પૃથ્વી પર જેમ દિવસેને દિવસે માનવ વસતી વધી રહી છે, આ સાથે પ્લાસ્ટિકનો ખડકલો પણ વધી રહ્યો છે. અનેક યુઝ્ડ પ્લાસ્ટિક બોટલ આપણે જ્યાં-ત્યાં પડેલી જોઈ હશે. હાલમાં જ વૈજ્ઞાનિકોએ આ પ્લાસ્ટિકની બોટલમાંથી કોઈએ ના વિચાર્યું હોય તેવું રિસર્ચ કર્યું છે. જેનેટીકલી એન્જિનિયર્ડ બેક્ટેરિયાની મદદથી પ્લાસ્ટિકની બોટલમાંથી વનિલા ફ્લેવર બનાવ્યો છે. પ્રથમવાર વેસ્ટ પ્લાસ્ટિકમાંથી વેલ્યુબલ વસ્તુ બનાવવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. હાલની તારીખમાં પ્લાસ્ટિકની બોટલનો સિંગલ યુઝ પછી 95% બોટલ ફેંકી દેવામાં આવે છે, માત્ર 5% બોટલ જ રિસાઈકલ કરવામાં આવે છે. તેવામાં વેસ્ટનો ખડકલો થતો અટકાવવાને બદલે તેનું રિસાઈક્લિંગ કરવું જરૂરી છે. પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલ પ્રોબ્લેમ છે.
સંશોધકોએ પ્લાસ્ટિકની બોટલ બનાવવા માટે વપરાતા પોલીમરનાં ઝેરી તત્ત્વોનો નાશ કરવાનું સોલ્યુશન પણ શોધી લીધું છે. વનિલા આખી દુનિયામાં ફૂડ ઇન્ડસ્ટ્રી અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં વપરાતું મહત્ત્વનું મટિરિયલ છે. ક્લીનિંગ પ્રોડક્ટ અને ફાર્માસ્યુટિકલમાં પણ આ કેમિકલ બલ્ક ક્વોન્ટીટીમાં વપરાય છે. વર્ષ 2018માં વનિલાની ગ્લોબલ ડિમાન્ડ 37 હજાર ટન હતી. આ વનિલા ફ્લેવર નેચરલ રીતે વનિલા બીન્સમાંથી મળ્યું હતું. નેચરલ રીત ઉપરાંત હાલ 85% વનિલા ફ્લેવર ફોસિલ ફ્યુલનાં કેમિકલમાંથી અલગ કરીને મેળવવામાં આવે છે.આ રિસર્ચ ગ્રીન કેમેસ્ટ્રી જનરલમાં પબ્લિશ થયું છે. પ્લાસ્ટિક બોટલને વનિલામાં ટ્રાન્સફોર્મ કરવા માટે બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એડિનબર્ગ યુનિવર્સીટીના પ્રોફેસર જોના સેડલરે કહ્યું, બાયોલોજિકલ સિસ્ટમમાં આ અત્યાર સુધીનું પ્રથમ રિસર્ચ છે કે જેમાં વેસ્ટ પ્લાસ્ટિકને વેલ્યુએબલ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવ્યું હોય. આ રિસર્ચથી ભવિષ્યમાં ઘણો ફાયદો થશે અને પ્લાસ્ટિક પોલ્યુશનથી પણ રાહત મળશે.