ઓસ્ટ્રેલિયામાં આવેલા ઉંદરોના વરસાદનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં પણ ડરનો માહોલ ઉભો થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ખેતરમાં ગોદામ સાફ કરવામાં આવે છે, આ ગોદામમાં પંપથી મરેલા ઉંદરોને બહાર કાઢવાનું કામ થઈ રહ્યુ છે. ઉંદરોના વરસાદનો આ વીડિયો સોશયલ મિડિયા પર ખૂબ વાયરલ થયો છે. કેટલાય લોકો આ વીડિયો જોઈને ડરી ગયા હતા. હાલના દિવસોમાં ઈઝરાયલમાં પ્લેગના કેટલાય કેસ સામે આવ્યા છે. એક પત્રકારે ઉંદરોના આ વરસાદનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં મરેલા અને જીવતા ઉંદરોને ગોદામમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. સ્થિતી એવી થઈ કે, ફર્શ પર ઉંદરોના થર જામી ગયા હતા. આ દરમિયાન કેટલાય ઉંદરો ભાગવામાં પણ સફળ રહ્યા હતા. જ્યારે કેટલાય ઉંદરો મરેલા ઉંદરોની નીચે દટાઈ ગયા હતા.ટ્વિટર પર શેર કરેલા આ વીડિયોમાં અત્યાર સુધીમાં કેટલીય કમેન્ટ આવી ચુકી છે. ગોદામમાં અનાજ ભરેલુ હોવા છતાં પણ કેટલાય ઉંદરો અંદર ઘુસવાનો પ્રયાસ કરે છે. તેમના આ વીડિયો જોઈને લોકોમાં ડરનો માહલો વ્યાપી ગયો છે. એક યુઝર્સ લખે છે કે, મેં મારી જીંદગીમાં કુતરાના વરસાદ વિશે સાંભળ્યુ હતું પણ ક્યારેય ઉંદરોના વરસાદ વિશે નથી સાંભળ્યું.દેશમાં પ્લેગના ખતરાને જોતા ખેડૂતો માગ કરી રહ્યા છે કે, સરકારે ઉંદરોના નાશ માટે કામ કરે. ઓસ્ટ્રેલિયાના ખેડૂતો આશ લગાવીને બેઠા છે કે, સારો વરસાદ થતાં સારો એવો પાક લઈશું. પણ ઉંદરો તેમના સપના પર પાણી ફેરવી રહ્યા છે. ખેડૂતો હવે સરકાર પાસેથી આર્થિક મદદની માગ કરી રહ્યા છે.
