ગર્લફ્રેન્ડની અજીબોગરીબ માગને કારણે તંગ થઈ ગયેલા યુવકે રિલેશનશીપ પોર્ટલ પર એક્સપર્ટ પાસે સલાહ માગી છે. યુવકે લખ્યુ છે કે, તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે છેલ્લા 3 વર્ષથી સંબંધમાં છે, જે ખૂબ જ હોશિયાર અને સ્માર્ટ યુવતી છે. જો કે, યુવક પોતાની ગર્લફ્રેન્ડની એક આદતથી ખૂબ જ પરેશાન છે.યુવકે એક વેબસાઈટ પર જણાવ્યુ હતું કે, મારી ગર્લફ્રેન્ડમાં સારી આદતો પણ છે, પણ તેની એક આદત મને બહુ ખરાબ લાગે છે. કોઈ પણ કામ કર્યા બાદ તે તેના વખાણ તો સાંભળવાના જ પણ સાથે સાથે ટિકા પણ સાંભળવા માગે છે. ખાવાનું બનાવાથી લઈને, મને ગિફ્ટ આપવા અથવા તો મારા માટે કોઈ પણ કામ કર્યા બાદ તે મને થેંક્યુની સાથે સાથે એક સારા એવા વાંકની પણ આશા રાખે છે કે હું તેનામાં કોઈ વાંક કાઢૂ. તેના કામમાં કોઈ ખામી ન કાઢુ તો તે નારાજ થઈ જાય છે. યુવકે લખ્યુ છે કે, મારે મોટા ભાગે કહેવુ પડે છે કે, ખાવાનું તો સારુ હતું પણ બટાટામાં સ્વાદ નહોતો. તારો પાવરપોઈન્ટ સારો હતો, પણ રંગનો ઉપયોગ તે સારો કર્યો નહોતો. એટલુ જ નહીં, ખામીઓ સાંભળ્યા બાદ આ આદત અમારી સેક્સ લાઈફ પર પણ લાગૂ પડે છે જ્યારે પણ અમે સેક્સ કરતા હોઈએ છીએ, ત્યારે મને પરફોર્મેંન્સ વિશે કંઈકને કંઈક ખામી જરૂર બતાવી પડે છે. જો કે, મને તેનામાં કોઈ ખામી દેખાતી નથી. હાલત એ થયા છે કે, લડાઈ-ઝઘડાથી બચવા માટે હું જબરદસ્તી તેના કામમાં કોઈને કોઈ ખામી કાઢુ છું, તો તેને સારુ લાગે છે.
