ઓસ્ટ્રેલિયાના ન્યૂકૈસલ વિશ્વવિદ્યાલયમાં જીવ વિજ્ઞાનના પ્રોફેસર Michael Mahonyએ ક્રોક, સીટીની નકલ કરવાની સાથે દેડકાની બોલી સમજવામાં સફળતા મેળવી છે. 70 વર્ષિય મહોની કેટલીય વાર કામ કરવાનું ભૂલી જાય છે. કારણ કે તેને થોડી થોડી વારે દેડકા સાથે વાત કરવાનું સારૂ લાગે છે. તેમને આ કામ કરવામાં મજા આવે છે. જ્યારે દેડકા તેમના બોલાવા પર જવાબ આપે છે, ત્યારે તેઓ ખૂબ જ આનંદિત થઈ જાય છે. ઓસ્ટ્રેલિયામાં લગભગ 240 દેડકાની પ્રજાતિ છે. પણ તેમાંથી લગભગ 30 ટકાને જળવાયુ પરિવર્તન, જળ પ્રદૂષણ અને અન્ય કારણોથી ખતરામાં છે. પોતાના કરિયર દરમિયાન મહોની દેડકાની 15 નવી પ્રજાતિ વિશે વર્ણન કર્યું. જેમાંથી અમુક તો ખતમ થઈ ગયા છે. પ્રોફેસર મહોની જણાવે છે કે, મારા કરિયરની આ સૌથી દુખદ ઘટના હશે કે, મેં એક દેડકાની શોધ કરી અને બે વર્ષમાં તે દેડકાઓ આ પૃથ્વી પરથી વિલુપ્ત થઈ ગયા. દેડકાઓ માટેનું પ્રોફેસરનું જૂનૂન તેમના વિદ્યાર્થીઓ પર પણ પડ્યું. તેમાંથી એક વિદ્યાર્થી સાયમન ક્લૂલોએ તેમના સન્માનાં 2016માં એક નવા શોધવામાં આવેલા દેડકાનું નામ મહોનીઝ ટો઼ડલેટ રાખ્યું. અમુક વિદ્યાર્થીઓ દેડકા સાથે વાત કરવાની ટ્રિક પ્રોફેસરમાંથી શિખ્યા અને સફળ પણ રહ્યાં.
