દક્ષિણ આફ્રિકાથી એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ગયા મહિને એક જ સગર્ભાવસ્થામાં સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ મોરોક્કોના માલીની હલીમા સીસી નામની મહિલા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેણે 9 બાળકોને જન્મ આપીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું. પરંતુ હવે તેનો રેકોર્ડ ફક્ત એક મહિનામાં જ તૂટી ગયો.કહેવામાં આવી રહ્યું છે કે 7 જૂનના રોજ ગોસિયામિ ધમારા સિટહોલ નામની 37 વર્ષીય મહિલાને 10 બાળકોને જન્મ આપવા ઓપરેશન કરાવવું પડ્યું હતું. મહિલાએ સાત છોકરાઓ અને ત્રણ છોકરીઓને જન્મ આપ્યો. ગર્ભાવસ્થા તપાસ દરમિયાન, ડૉક્ટરે તેને 6 બાળકોની અપેક્ષા કરવાનું કહ્યું હતું. આફ્રિકન મીડિયા મુજબ સિટહોલના પતિને આઠ બાળકોના જન્મની અપેક્ષા હતી. તપાસ દરમિયાન બંને બાળકોનો પત્તો મળી શક્યો ન હતો. તેણે જણાવ્યું કે તે કદાચ બીજી ટ્યૂબમાં અટવાઇ ગયા હતા. દંપતી તેમના 10 બાળકોના જન્મથી ખૂબ જ ખુશ છે. પરિવારમાં ઉત્સવનું વાતાવરણ છે. ગોસિઆમી ધમારા સિટહોલ માટે એક સાથે 10 બાળકોને જન્મ આપવો સરળ ન હતો. ઓપરેશન દરમિયાન ડૉકટરોએ ખૂબ કાળજીપૂર્વક કામ કર્યું અને તમામ બાળકોને બચાવવામાં સફળ રહ્યા. સિટહોલે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેને પોતાની પ્રેગ્નેન્સીને લઇ આશ્ચર્ય થયું હતું.
સિટહોલે જણાવ્યું કે તે ખૂબ બિમાર થઈ ગઈ હતી. તે તેના માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. હજુ પણ ખૂબ મુશ્કેલ છે. પણ હવે તેને તેની ટેવ પડી ગઈ છે. સિટહોલે જણાવ્યું કે હવેથી તેને દુ:ખાવો નથી થતો, પરંતુ તે હજી મુશ્કેલ છે. હું ફક્ત ભગવાનને એ જ પ્રાર્થના કરતી હતી કે મારા બધા બાળકો સ્વસ્થ જન્મ લઇ લે. ન્યુ યોર્ક પોસ્ટ મુજબ સિટહોલેના તમામ બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તેઓ આવતા કેટલાક મહિનાઓ માટે ઇનક્યુબેટર્સમાં જ રહેશે. સિટહોલ અને તેનો પતિ અત્યંત ખુશ અને ભાવુક છે. મેઇલ ઑનલાઇનના અહેવાલ મુજબ સિટહોલે પ્રાકૃતિક રીતે ગર્ભધારણ કર્યું હતું. તેને પ્રેગ્નેન્સી દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પગ અને કમરમાં ઘણો દુખાવો થતો હતો. તે તેની હાઈ-રિસ્ક પ્રેગ્નેન્સીના કારણે ચિંતિત હતી. તેને ડર હતો કે તેમના બાળકો નહીં બચે.મે મહિનાની શરૂઆતમાં માલીની એક મહિલા હલીમા સિસીએ નવ બાળકોને જન્મ આપ્યો હતો. મોરોક્કોમાં ડિલિવરી દરમિયા મહિલાએ પાંચ છોકરીઓ અને ચાર છોકરાઓને જન્મ આપ્યો હતો.