ફિલિપાઈન્સના એક યુવકના આશ્ચર્યનો પાર ન રહ્યો જ્યારે તેને ખબર પડી કે તેની પાંસળીઓમાં છેલ્લા 1 વર્ષથી ચપ્પું રહેલું છે. આ વાતની જાણ તેને ત્યારે થઈ જ્યારે તે થોડા દિવસ પહેલાં નવી જોબ માટે હેલ્થ ચેકઅપ કરાવવા માટે ગયો. ગત મંગળવારે હેલ્થ ચેકઅપ દરમિયાન તેને ખબર પડી કે તેનાં રિબ કેજ અર્થાત પાંસળીઓમાં 4 ઈંચનું ચપ્પું છે. તે ફેફસાંને ચીરી નાખે તે અંતરથી જરાક દૂર હતું. ગત વર્ષે ચાલતાં ચાલતાં કેન્ટ નામનાો યુવાન પડી ગયો હતો અને તેને લોહી નીકળતું હતું. કેન્ટનો દાવો છે કે તે સમયે આ ચપ્પું ઘુસી ગયું હશે તે સમયે ડૉક્ટરે માત્ર લોહી રોકવા માટે ટાંકા લીધા હતા પરંતુ ચપ્પું વિશે તેમને કશી ખબર જ નહોતી. કેન્ટ કહે છે કે ગત વર્ષે મને વાગ્યું હતું ત્યારે ડૉક્ટર્સે બરાબર ચેકઅપ કર્યું નહોતું. તે સમયે ડૉક્ટર્સે ટાંકા લઈને પેન કિલર્સ સાથે કેન્ટને ઘરે મોકલી દીધો હતો. આ ઘટનાના 14 મહિના બાદ તેને જાણ થઈ કે તેની પાંસળીઓમાં ચપ્પું રહેલું હતું.
