‘ધ ગાર્જિયન’ના એક રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા એલેક્ઝાન્ડર વ્હાઈટની સાથે આ ઘટના સર્જાઈ હતી. તે પોતાની પાર્ટનર એમિલી નેટીની સાથે ગત સોમવારે નજીકના સ્ટોરમાં ગયો હતો. ત્યાંથી સલાડનું પેકેટ લીધું હતું. ઘરે આવીને સલાડનું પેકેટ ખોલ્યું તો તેમાંથી ઝેરી સાપ નીકળ્યો. ઘરે જઈને બાદમાં જ્યારે તેણે પેકેટ ખોલ્યું તો તેમાં એક ઝેરી સાપ જોઈને તે ડરી ગયો હતો. સલાડના પેકટમાં સાપ ફરી રહ્યો હતો અને પોતાની નાની જીભ બહાર કાઢી રહ્યો હતો. પહેલા તો તેને એવું લાગ્યું કે કોઈ નાનું જીવજંતુ હશે જે પેકેટમાં ફરી રહ્યું છે પરંતુ બાદમાં તેને ખબર પડી કે પેકેટમાં સાપ છે. જો કે, તે સાપનું બચ્ચું હતું. જો કે આ સાપ ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા સૌથી ઝેરી સાપમાંથી એક હતો. લાંબા સમય સુધી ગંભીર હાલતમાં બેસી રહ્યા બાદ બંનેએ વન વિભાગને ફોન કરીને પેકેટમાં સાપ હોવાની સૂચના આપી, પરંતુ ત્યાંથી કોઈની મદદ ન મળી. ત્યારબાદ તેમને સાપ પકડનાર એક સપેરાને કોલ કર્યો. તે સપેરા રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ પહોંચ્યો હતો. આ દરમિયાન તેમણે ઘટનાનો વીડિયો બનાવી લીધો. રાત્રે સપેરાએ આવીને સાપના બચ્ચાને બહાર કાઢ્યો. તેની લંબાઈ લગભગ 20 સેન્ટિમીટર હતી. સપેરાએ જણાવ્યું કે, આ એક ખતરનાક જાતિનો સાપ છે. અત્યારે પણ તેની અંદર એટલું ઝેર છે કે જો તે કોઈને ડંખ મારે તો તેને હોસ્પિટલમાં દાખલ થવું પડે. જો આ પ્રજાતિનો મોટો સાપ કરડે તો તેનો જીવ પણ જઈ શકે છે.
