ડૉ. ફિલિપ નિષ્કેએ થોડા સમય પહેલા સરકો નામની એક મશીન બનાવી હતી. જે ગંભીર રોગીઓને શાંતિથી મરવાની તક આપે છે. આ એવા દર્દીઓ માટે છે જેમની સારા થવાની કોઈજ શક્યતા નથી. આ મશીનને સૌથી પહેલા એમ્સ્ટર્ડેમમાં ફ્યુનરલ ફેયરમાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને ત્યારબાદ યુરોપના અનેક સ્થળોએ મુકવામાં આવી છે.સરકો વેબસાઈટ અનુસાર આ 3D પ્રિન્ટેડ ઈચ્છા મૃત્યુ મશીન એક કેપ્સ્યુલ જેવી છે અને કોફીન કરતા બમણી મોટી છે. આ મશીન ઝડપથી ઓક્સિજન લેવલમાં ઘટાડો કરે છે અને CO2 લેવલ નિયંત્રિત કરે છે જેથી વ્યક્તિ શાંતિથી મરી શકે.
એક અહેવાલ મુજબ હવે આ મશીનમાં વધુ એક ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચરમાં હવે લોકો મરતા પહેલા પોતાની મોતને વર્ચ્યુઅલી જોઈ શકશે. જયારે પહેલા આ અનુભવ માત્ર તે લોકો લઇ શકતા હતા જે લોકો મશીનનો ઉપયોગ કરીને મરવા માંગતા હતા. ડૉ. ફીલીપનું કહેવું છે કે સરકો મશીન દ્વારા થનાર મોત પીડારહિત હોય છે. તેમાં કોઈ ગૂંગળામણ નથી થતી, હવા ઘટી જવાને કારણે શ્વાસ રૂંધાવા જેવી કોઈ તકલીફો થતી નથી. જયારે વ્યક્તિ ઓછા ઓક્સિજન વાળા વાતાવરણમાં સરળતાથી શ્વાસ લઇ શકે છે. આ મશીન બનાવવા પાછળ તેમનો વિચાર હતો કે વ્યક્તિને જીવન એક જ વાર મળે છે અને તેને સન્માનપૂર્વક જીવવાની સાથે સાથે સન્માનપૂર્વક મરવાનો પણ અધિકાર હોવો જોઈએ.આ ડોક્ટર 2 દશકથી વધુ સમયથી આ સેક્ટરમાં કામ કરી રહ્યા છે. પહેલા તેમણે ડેલીવરેસ મશીન બનાવ્યું હતું. તેની મદદથી 1996માં ઓસ્ટ્રેલિયાના રાઇટ્સ ઓફ ધ ટર્મિનલી એલ એક્ટ હેઠળ 4 ગંભીર રીતે બીમાર દર્દીઓએ પોતાની જીવનલીલા પૂર્ણ કરી હતી.