સુખી જીવન માટે સલામત યૌન સંબંધ જરૂરી છે. આ ફક્ત તમામ ચેપી જાતીય રોગોથી તમારું રક્ષણ કરે છે, પરંતુ અનિચ્છનીય ગર્ભાવસ્થાના ડરથી તમારા જીવનસાથીને પણ સુરક્ષિત રાખે છે. ઘણાં લોકો ઈતર સંબંધ બાંધતી વખતના સમયગાળા દરમિયાન ગંભીર ગુનાઓ પણ કરે છે. જેમાં મહિલા સાથીને પૂછ્યા વિના અચાનક કન્ડોમ હટાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. સુરક્ષિત સંબંધ બાંધવા માટે કોન્ડોમ ખૂબજ ઉપયોગી માધ્યમ બને છે. સુરક્ષિત સંબંધ બાંધ્યા સમયે મહિલાને પૂછ્યા વિના જ અચાનક કોન્ડોમ હટાવી દેવું તે જો કાયદેસર રીતે જોવામાં આવે તો એક ગુનો બને છે. તમારા પાર્ટનર સાથે સીધું ચીટિંગ કરો છો. આવી જ એક ઘટના ન્યુઝિલેન્ડમાં બની છે. ન્યુઝીલેન્ડની વેલિંગ્ટન કાઉન્ટીમાં એક વ્યક્તિ પર મહિલા પાર્ટનર સાથે ‘બળાત્કાર’ કરવાનો આરોપ છે. કારણ કે તે વ્યક્તિએ શારીરિક સંબંધ બનાવતી વખતે સ્ત્રી સાથી મિત્રના ભરોસા પર જાણ કર્યા વિના કન્ડોમ દૂર કરી દીધો હતો. આ છેતરપિંડીને કારણે સ્ત્રીને માત્ર માનસિક જ નહીં શારીરિક પીડા પણ થઈ હતી. પુરુષની આ હરકતને કારણે તેને ઘણા દિવસો સુધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. જે બાદ મહિલાએ કોર્ટનો આશરો લીધો હતો અને કોર્ટે પુરુષ સાથી ઉપર એકમેકની સમજૂતિને તોડવા, બળાત્કાર અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.
ન્યુઝીલેન્ડ કોર્ટે કહ્યું છે કે, આ ‘સ્ટીલ્થિંગ’ કેસને તેઓએ ખૂબ જ ગંભીરતાથી લીધો છે. કારણ કે મહિલા પાર્ટનરને વિશ્વાસમાં લીધા વિના કોન્ડોમ હટાવવું એ ગુનો છે. આવી સ્થિતિમાં, સ્ત્રી અનિચ્છનીય ગર્ભાવસ્થાનો શિકાર બની શકે છે. જે તેના માટે શારિરીક, માનસિક, કૌટુંબિક મુશ્કેલીઓનું કારણ બની શકે છે. એટલું જ નહીં, આવું કરવું એ જાતીય રોગો માટેનું નિમંત્રણ છે. જેની ભરપાઈ કરી શકાતી નથી. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, દોષી ઠરેલા વ્યક્તિને કોર્ટ કડક સજા આપી શકે છે. આ ન્યુઝિલેન્ડની ઘટના છે.પરંતુ અમેરિકા, બ્રિટન, સ્વીડન જેવા દેશોમાં તેને ગંભીર ગુનો માનવામાં આવે છે. કાનૂની ભાષામાં, આ ક્રિયાને ‘સ્ટીલ્થિંગ’ કહેવામાં આવે છે. તેનો શાબ્દિક અર્થ દગાબાજી- છેતરપિંડી કરવી છે. આ કેસમાં પ્રખ્યાત પત્રકાર જુલિયન અસાંજે સામે કેસ પણ નોંધવામાં આવ્યો હતો, જેમાં તે પણ મોટા પ્રમાણમાં અટવાયેલો હતો. જો કે ઘણા વર્ષો જૂનો હોવાને કારણે આ કેસમાં કોઈ સજા મળી શકી નથી.