વર્લ્ડ બેન્ક પ્રથમ વાર કોઈ સ્થાનિક સંસ્થામાં રોકાણ કરશે. વર્લ્ડ બેંકે AMCને બોન્ડ પેટે ધિરાણ આપવાની તૈયારી દર્શાવી છે. આગામી 29 જાન્યુઆરીએ વર્લ્ડ બેંકના વડા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરશે. CM સાથેની મુલાકાતમાં કેટલું રોકાણ કરશે તેના વિશે ચર્ચા થશે. આ મુલાકાત બાદ વર્લ્ડ બેન્ક કેટલું ધિરાણ કરવાની તૈયારી દર્શાવી છે તેની માહિતી પ્રાપ્ત થશે. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વલ્ડ બેંકે 500 કરોડ બોન્ડ ખરીદવાની તૈયારી દર્શાવી છે.
મહત્વનું છે કે AMCએ આ વર્ષે પોતાના વિવિધ પ્રોજેટ માટે 200 કરોડના બોન્ડનું રોકાણ NSEમાં કર્યું છે. હવે તે વર્લ્ડ બેન્ક પાસેથી બોન્ડ પેટે ધિરાણ લેશે. તો વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યુ છે કે AMC પાસે 600 કરોડથી વધુ રકમ ફિક્સ ડિપોઝીટ તરીકે પડી છે તો બીજી સંસ્થાઓમાંથી ધિરાણ લેવાની શું જરૂર છે?
તેમજ શહેરમાં એવા કોઈ મોટા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા નથી જેમાં આટલું મોટું રોકાણની જરૂર પડે. પરંતુ કમિશ્નરનું કહેવું છે કે સાબરમતી નદીના શુદ્ધિકરણ અને શહેરના અન્ય વિકાસના કામો અને પ્રજાની સુખાકારીને ધ્યાનમાં લઈને AMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.