જેફ બેઝોસને તમે જાણતા જ હશો. જે વિશ્વના સૌથી ધનિક વ્યકિત છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનો સૌથી ધનિક પરિવાર કયો છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વનો સૌથી ધનિક પરિવાર દર કલાકે 28 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. આ સૂચિમાં અંબાણી પરિવારનો પણ સમાવેશ

બ્લૂમબર્ગે વિશ્વના 25 સૌથી ધનિક પરિવારની સૂચિ કાઢી છે, જેની પાસે લગભગ દોઢ લાખ કરોડ છે.

વિશ્વના સૌથી ધનિક પરિવારોની સૂચિમાં પ્રથમ સ્થાન તે કુટુંબ છે જે સુપરમાર્કેટ વોલમાર્ટ ચલાવે છે. રિપોર્ટ અનુસાર વોલમાર્ટ પરિવાર દર મિનિટે આશરે 50 લાખ રૂપિયા, દર કલાકે આશરે 28 કરોડ 46 લાખ રૂપિયા અને દરરોજ 7 અબજ 12 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

આ યાદીમાં વોલમાર્ટ પરિવાર ઉપરાંત માર્સ પરિવાર બીજા ક્રમે છે. તેની કંપની માર્સ બાર્સ ચોકલેટ બનાવે છે. તે જ સમયે, સૂચિમાં ફેરારી, બીએમડબ્લ્યુ અને હ્યાટ હોટલ ગ્રુપ ચલાવતા પરિવારોનો પણ સમાવેશ છે.

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનો પરિવાર આ યાદીમાં નવમા ક્રમે છે. અંબાણી પરિવારની કુલ આવક 50.4 અબજ એટલે કે આશરે 5040 કરોડ રૂપિયા છે.