અદીસ અબાબાની પાસે ઇથોપિયન એરલાઇન્સનુ વિમાન બોઇંગ 737 ક્રેશ થઇ ગયુ છે, આજે સવારે આ દુર્ઘટના બની હતી. વિમાન કેન્યાની રાજધાની નૈરોબી જઇ રહ્યુ હતુ. વિમાનમાં કુલ 149 યાત્રીઓ અને 8 ક્રૂ મેમ્બર સવાર હતા. રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટનામાં કોઇને બચવાની સંભાવના નથી. વિમાનમાં સવાર તમામ લોકોની મોત થઇ ગઇ છે.
વિમાને સ્થાનિક સમય મુજબ સવારે 8.38 વાગ્યે ઉડાન ભરી હતી જેના 6 મિનિટ બાદ જ તેનો સંપર્ક તૂટી ગયો હતો. એરલાઇન્સે પોતાના નિવેદનમાં આ વાત જણાવી છે. અદીસ અબાબાના દક્ષિણ પૂર્વમાં વિમાન ક્રેશ થવાની આશંકા છે. વિમાનમાં 149 યાત્રીઓ અને 8 ક્રૂ મેમ્બર સવાર હતા. નિવદેન અનુસાર, ”હાલમાં તપાસ અભિયાન ચાલી રહ્યુ છે જોકે હજુ સુધીને કોઇ જીવિત હોવાની સૂચના મળી નથી.”
આ ઘટના પર દુખ વ્યકત કરતા ઇથોપિયા સરકારે દુખ વ્યકત કર્યુ છે. ઇથોપિયાના પ્રધાનમંત્ર અબી અહમદે ટ્વીટ કર્યુ કે, ” પરિવાર પ્રતિ સંવેદના છે જેમણે આજે નેરૌબી જનારા બોઇંગ 737 ફ્લાઇટમાં પોતાનાને ગુમાવ્યા છે.”ઈથોપિયન એરલાઇન્સને આફ્રિકાની સૌથી મોટી એરલાઇન્સ કંપની છે.