World Health Organization મુજબ દુનિયાભરમાં લાંબા સમય સુધી કામ કરવાની આદતને કારણે દર વર્ષે હજારો લોકોનાં મોત થઈ રહ્યાં છે. WHOએ કહ્યું છે કે કોરોના વાયરસની મહામારીને કારણે આવનારા દિવસોમાં આ આંકડો વધી પણ શકે છે. વધુ મોડે સુધી કામ કરનારાઓ પર એક સ્ટડી કરવામાં આવી છે. તે મુજબ વર્ષ 2016માં વધુ મોડે સુધી કામ કરનારા 7,45,000 લોકોના જીવ હાર્ટથી બીમારીના કારણે ગયા છે. આ આંકડો વર્ષ 2000ની તુલનામાં લગભગ 30 ટકા વધુ હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પર્યાવરણ, જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્ય વિભાગની નિદેશક મારિયા નીરાએ જણાવ્યું કે, દર સપ્તાહે 55 કલાક કે તેનાથી વધુ કામ કરવું એ એક ગંભીર સ્વાસ્થ્ય ખતરો છે. મોટાભાગના પીડિત (72 ટકા) પુરુષ હતા અને મધ્યમ ઉંમર વર્ગ કે વધુ ઉંમરના હતા. અધ્યયન મુજબ અનેકવાર આવા લોકોનાં મોત 10 વર્ષ બાદ પણ થાય છે.
