અમેરિકાની રાજધાની વોશિંગટન (ડી.સી.) માં સ્થાનિક સમય મુજબ લગભગ રાત્રે 10 વાગ્યે અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ અકસ્માતમાં ઘણા લોકોને ગોળી વાગી છે. સ્થાનિક મીડિયા અનુસાર આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, ઉપરાંત પાંચ લોકો ઘાયલ થયા છે. ગોળીબારનું સ્થાન વ્હાઇટ હાઉસથી થોડે દૂર છે, જે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવાસસ્થાન છે.
જે જગ્યા પર ફાયરિંગ થયું છે ત્યાં સ્થાનિક પોલીસ પહોંચી ગઈ છે અને વિસ્તાર સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો છે. પોલીસ હજુ પણ હુમલાખોરની શોધ કરી રહી છે.