ટોક્યોની એક રેસ્ટોરન્ટમાં દુનિયાના સૌથી મોંઘા બર્ગરના વેચાણની શરૂઆત થઈ છે. આને Oak Door સ્ટીક હાઉસમાં કામ કરતા શેફ પેટ્રિક શિમાદાએ તૈયાર કર્યું છે. આને બનાવવા માટે ખાસ ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે. દુનિયાના સૌથી મોંઘા બર્ગરની કિંમત સાંભળી તમે પણ ચોંકી જશો. જેનું વેચાણ લગભગ 63 હજાર રૂપિયામાં કરવામાં આવી રહ્યું છે. આ બર્ગરનું વેચાણ જૂન સુધી જ કરવામાં આવશે.
આનું નામ ગોલ્ડન જોઈન્ટ બર્ગર રાખવામાં આવ્યું છે. આ બર્ગરને બનાવવા માટે બીફ સ્લાઈસ, ચીજ, ટમેટા અને અન્ય ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આમાં સૌથી ખાસ છે ડસ્ટેડ ગોલ્ડથી બનાવવામાં આવેલ બન. આ બર્ગર 6 ઈંચ પહોળું અને 10 ઈંચ લાંબુ છે.
આને જાપાનના ક્રાઉન પ્રિંસ નરૂસિતોના પદ સંભાળવાના સેલિબ્રેશનના પ્રસંગમાં તૈયાર કરવામાં આવ્યું છે. જે પણ વ્યક્તિ આ બર્ગરનો ઓર્ડર આપવા માંગે છે, તેને ત્રણ એડવાન્સ બુકિંગ કરવવું આવશ્યક છે. આને બનાવતા શેફ પેટ્રિકે જણાવ્યું હતું કે, જાપાન નવા ઈમ્પીરિયલ ઈરામાં પ્રવેશ કરી રહ્યું છે. આ પ્રસંગ જીવનમાં એર વાર આવે છે અને એટલા માટે તેમણે કઈક ખાસ કરવાનું વિચાર્યું.