કેટલીક વખત ખૂબ જ સાધારણ દેખાતી વસ્તુ પણ વાસ્તવિકતામાં અનેક જુદા જુદા રહસ્યો છુપાવતી હોય છે. અમેરિકામાં ફક્ત 20 ડોલર એટલે કે 1400 રૂપિયાના સિક્કોની હરાજી કરોડોમાં થઈ હતી. કોઈને ખાતરી નહોતી કે આવું કંઈક થવાનું છે. પરંતુ જ્યારે સિક્કાની ઓળખ થઈ, ત્યારે તેની બોલીની રકમ પણ વધતી જ રહી. આ સોનાના સિક્કાની બોલી કરોડોમાં પહોંચી ગઈ હતી. જાણો આ દુર્લભ સોનાના સિક્કા (Rare Coin)ના વિશે.મંગળવારે ન્યૂયોર્કમાં મંગળવારે 1933ના ડબલ ઈગલ સોનાના સિક્કાની હરાજી કરવામાં આવી હતી. આ સિક્કાની બોલીએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ખૂબ જ સરળ દેખાતો વિશેષ સિક્કો 18.9 મિલિયન ડોલર એટલે કે લગભગ 138 કરોડમાં વેચાયો છે. એક અહેવાલ મુજબ આ ડબલ ઈગલ ગોલ્ડ સિક્કાની સાથે વિશ્વની દુર્લભ ટિકિટ (World’s Rarest Ticket) પણ લગભગ 60 કરોડમાં વેચાઇ હતી.કાયદેસર રીતે આ ડબલ ઈગલ સિક્કો ખાનગી હાથમાં હતો. અપેક્ષા રાખવામાં આવી હતી કે Sotheby Auctionમાં હરાજી થનારો આ સિક્કો 73 કરોડથી 100 કરોડ રૂપિયાની વચ્ચે વેચાઇ જશે. પરંતુ આ સિક્કાની કિંમત (Double Eagle Coin Price)એ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સિક્કો શૂ ડિઝાઇનર અને કલેક્ટર સ્ટુઅર્ટ વીટ્સમેન દ્વારા વેચવામાં આવ્યો હતો, જેણે તેઓએ 2002માં લગભગ 55 કરોડમાં ખરીદ્યો હતો.
