આ દુનિયા અનેક રહસ્યોથી ભરેલી છે. કેટલાક રહસ્યોસમયે સમયે બહાર આવતા રહે છે. કેટલાક રહસ્યો પરથી પરદો ઉઠે છે. પરંતુ કેટલાક એવા રહસ્યો છે જેનું તથ્ય હજુ સુધી બહાર આવ્યું નથી. આ લિસ્ટમાં ભારતની એક ગુફાનો પણ સમાવેશ થાય છે. જેની સત્યતા આજ સુધી બહાર આવી નથી. ગુફાઓથી જોડાયેલી કેટલીય વાતો સાંભળી હશે. ગુફાઓમાં ધન દોલત છુપાયેલું હોય છે. આજે તમને એવી જ ગુફાની વાત કરવી છે. જેની અંદર કહેવાય છે કે કરોડો રૂપિયાનો ખજાનો છુપાયેલો છે.રિપોર્ટો મુજબ બિહારના રાજગીરમાં બે આર્ટિફિશિયલ ગુફાઓ છે. એક ગુફાની બહાર મૌર્યકાલિન કલાકૃતિ મળી છે. બીજી ગુફાના પ્રવેશદ્વાર પર ગુપ્ત રાજવંશની ભાષા અથવા ચિહ્નોમાં કેટલાક શિલાલેખ મળ્યા છે. રિપોર્ટ મુજબ આ ગુફાઓનું નિર્માણ જૈન મુનિએ કરાવ્યું છે. આ ગુફાનું નિર્માણ ચોથી શતાબ્દી પૂર્વેનું જણાવાઈ રહ્યું છે. એક ગુફાની બહાર વિષ્ણુની મૂર્તિ અને જૈન કલાકૃતિઓ બનાવેલી છે.
કેટલાક સંશોધકોએ આ ગુફાઓની તપાસ પણ કરી અને આ નિષ્કર્ષ ઉપર આવ્યા કે તેનો સંબંધ બૌધ ધર્મ સાથે છે. જાણીને હેરાન થઈ જશો કે આ ગુફાઓને સોનાઓનો ભંડાર પણ કહેવામાં આવે છે. શા માટે તેને સોનાનો ભંડાર કહેવામાં આવે છે તે સાંભળીને ચકિત થઈ જશો. આ ગુફાઓની અંદર ખૂબજ મોટા પ્રમાણમાં સોનું પડેલું છે. સોનાના ખજાના સુધી પહોંચવાનો રસ્તો પણ છે. પરંતુ આજ સુધી તે રસ્તા સુધી કોઈ પહોંચી શક્યું નથી. કેટલાક લોકોનું માનવું છે કે જરાસંધ અથવા બિંબિંસારનો ખજાનો પણ છે. કારણ કે ગુફાની કેટલેક દૂર જેલ છે. જ્યાં અજાતસત્રુએ પોતાના પિતા બીંબીસારને બંદી બનાવ્યા હતા. ગુફાની દિવાલ પર ગુપ્ત શિલાલેખ પણ છે. જેને આજ સુધી કોઈ વાંચી શક્યું નથી. લોકોનું માનવું છે કે જે આને સમજી લેશે તે ખજાનાના રસ્તા સુધી પહોંચી જશે. પરંતુ આજ સુધી એવું થઈ શક્યું નથી. ઘણાં લોકોએ અંદર જવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી નથી. અંગ્રેજોએ તોપગોળાનો વિસ્ફોટ કરીને અંદર જવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી નથી. જો કે આ જ સુધી આ ગુફાની સત્યતા બહાર આવી નથી.