તેલંગાણામાં જનગાંવ શહેરમાં જમીન ખોદતી વખતે ઘરેણા ભરેલો ઘડો મળ્યો. સોના-ચાંદીનાં એન્ટિક ઘરેણાં જોઇને બધાને નવાઈ લાગી હતી. જમીનના ખોદકામ દરમિયાન ઘરેણાં મળી આવતા ગામલોકોએ ત્યાં મંદિર હોવાની વાત પણ કહી રહ્યા છે. જમીનના માલિક નરસિંહુલુના 11 એકરના પ્લોટ પર ખોદકામ ચાલુ હતું અને તે દરમિયાન તાંબાનો ઘડો મળ્યો હતો. JCBનું કામ ચાલુ હતું ત્યારે આ ઘડો અથડાયો અને તેમાંથી સોના-ચાંદીના ઘરેણાં નીકળ્યા હતા.ગામવાસીઓને ખજાનાની ખબર પડતા તેમણે તે જમીન પર શ્રીફળ વધેર્યું અને ફૂલ ચડાવ્યા. તેમનું માનવું છે કે આ જગ્યા પર પહેલાં એક દેવીનું મંદિર હતું અને આ ઘરેણાં પણ તેમના જ હોવા જોઈએ.
