WWE ને કોની નજર લાગી? 2026ની શરૂઆતમાં જ આ 4 ઉભરતા સ્ટાર્સ ઈજાના કારણે રિંગની બહાર
WWE એ વર્ષ 2026ની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. સાઉદી અરેબિયામાં યોજાયેલ ‘રોયલ રમ્બલ’ ઇવેન્ટ સુપરહિટ રહી અને ઘણા નવા સ્ટાર્સને પુશ મળ્યો. પરંતુ, આ સફળતાની વચ્ચે ટ્રીપલ એચ (Triple H) ની ચિંતામાં પણ વધારો થયો છે. કંપનીના ચાર એવા પ્રતિભાશાળી રેસલર્સ ઈજાગ્રસ્ત થયા છે, જેમના માટે રેસલમેનિયા 42 (WrestleMania 42) માં મોટા પ્લાન તૈયાર કરવામાં આવ્યા હતા. હવે આ સ્ટાર્સ લાંબા સમય માટે એક્શનથી બહાર થઈ ગયા છે.
બ્રોન્સન રીડ (Bronson Reed)
બ્રોન્સન રીડ માટે વર્ષ 2025 યાદગાર રહ્યું હતું. તે ‘ધ વિઝન’ ગ્રુપનો હિસ્સો બન્યો અને રોમન રેન્સ જેવા દિગ્ગજને પિન કરવાની સિદ્ધિ મેળવી. પરંતુ 23 ફેબ્રુઆરી 2026ના રોજ ‘Raw’ ના એપિસોડમાં જે ઉસો અને ઓરિજિનલ એલ ગ્રાન્ડે સામેની મેચ દરમિયાન તેને બાઈસેપ્સમાં ગંભીર ઈજા થઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, તેને સર્જરી કરાવવી પડી શકે છે અને તે અનિશ્ચિત સમય માટે બહાર થઈ ગયો છે.
બ્રોન બ્રેકર (Bron Breakker)
બ્રોન બ્રેકરને WWE ના ભવિષ્યના સુપરસ્ટાર માનવામાં આવે છે. પોલ હેમેન સાથે રહીને તે ‘ધ વિઝન’ ને લીડ કરી રહ્યો હતો અને તે વર્લ્ડ ચેમ્પિયન બનવાનો પ્રબળ દાવેદાર હતો. જોકે, આ મહિનાની શરૂઆતમાં જ તેને હર્નિયાની સર્જરી કરાવવી પડી છે. અન્ય નાની-મોટી ઈજાઓને કારણે તે હાલ ટીવી પરથી ગાયબ છે અને રેસલમેનિયા 42 પહેલા તેની વાપસી અશક્ય લાગી રહી છે.
Such a freakish injury honestly. Hope that Bronson Reed is ok and recovers from this ❤️#WWERawpic.twitter.com/uwBnT8PUAy
— Ossnips (@Ossnips) February 24, 2026
એલ્ટન પ્રિન્સ (Elton Prince)
ટૅગ ટીમ ડિવિઝનમાં કિટ વિલ્સન સાથે મળીને ધમાલ મચાવનાર એલ્ટન પ્રિન્સ પણ ઈજાનો શિકાર બન્યો છે. ગરદનની સર્જરીને કારણે તેને લાંબા સમય માટે આરામ કરવો પડશે. એવી આશંકા છે કે એલ્ટન પ્રિન્સ કદાચ વર્ષ 2027 પહેલા રિંગમાં વાપસી કરી શકશે નહીં. ઉભરતા સ્ટાર તરીકે આ તેના કરિયર માટે મોટો ઝટકો છે.
Bron Breakker will be out for a while.
He could be out for 12-weeks, or at worst, SIX months.
(WOR) pic.twitter.com/4PEZno5QhT
— Wrestle Features (@WrestleFeatures) February 10, 2026
ચેલ્સી ગ્રીન (Chelsea Green)
મહિલા ડિવિઝનમાં ચેલ્સી ગ્રીને પોતાની આગવી ઓળખ બનાવી છે. વિમેન્સ યુએસ ચેમ્પિયન તરીકે તેણે શાનદાર કામ કર્યું હતું. પરંતુ ફેબ્રુઆરીની શરૂઆતમાં જ તેનો પગનો પંજો (એંકલ) તૂટી ગયો હતો. આ ગંભીર ઈજાને કારણે તે હવે ઇન-રિંગ એક્શનથી બહાર છે. રેસલમેનિયા 42 માં તેનો જાદુ જોવા મળે તેવી શક્યતા નહિવત છે, જે વિમેન્સ ડિવિઝન માટે મોટું નુકસાન છે.
