LIC Bima Sakhi Yojana : “LICની આ સ્કીમમાં દર મહિને ₹7000 કમાવાની તક, 50,000 મહિલાઓએ કરી અરજી – તમે પણ ચૂકતા નહીં!”
LIC Bima Sakhi Yojana ફક્ત એક મહિનામાં જ, 50,000થી વધુ મહિલાઓએ LIC ની “LIC Bima Sakhi Yojana” માટે અરજી કરી
LIC Bima Sakhi Yojana આ યોજના અંતર્ગત, મહિલાઓને પ્રથમ વર્ષે દર મહિને ₹7000, બીજા વર્ષે ₹6000, અને ત્રીજા વર્ષે ₹5000 સ્ટાઇપેન્ડ આપવામાં આવે
LIC Bima Sakhi Yojana : 9 ડિસેમ્બર 2024ના રોજ, LICએ દેશભરના મહિલાઓ માટે ખાસ “LIC Bima Sakhi Yojana”ની શરૂઆત કરી હતી. આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પાણીપતથી શરૂ કરવામાં આવી હતી. ફક્ત એક મહિનામાં જ, 50,000થી વધુ મહિલાઓએ આ યોજનામાં જોડાવા માટે અરજી કરી છે. LIC Bima Sakhi Yojana
LIC Bima Sakhi Yojana: મહિલાઓ માટે આર્થિક મજબૂતીનો નવો દરવાજો
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબન બનાવવા માટે એક નવી તક આપવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓને ત્રણ વર્ષ માટે LIC એજન્ટ બનવાની વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે, જે દરમિયાન સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે.
LIC Bima Sakhi Yojana ની વિશેષતાઓ અને લાભો
પ્રથમ વર્ષ: દર મહિને ₹7000 સ્ટાઇપેન્ડ.
બીજા વર્ષ: દર મહિને ₹6000 સ્ટાઇપેન્ડ.
ત્રીજા વર્ષ: દર મહિને ₹5000 સ્ટાઇપેન્ડ.
કમિશન: સારા પ્રદર્શન પર વધુ કમિશન પ્રાપ્ત થશે.
વ્યાવસાયિક તક: ત્રણ વર્ષની તાલીમ પૂર્ણ કર્યા પછી LIC એજન્ટ તરીકે કામ કરવાની તક.
વાંચો આકર્ષક આંકડા:
LIC દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, એક મહિનામાં કુલ 52,511 મહિલાઓએ નોંધણી કરી છે. તેમાં 27,695 મહિલાઓને વીમા પોલિસી વેચવા માટે નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા છે. 14,583 મહિલાઓએ વાસ્તવિક વીમા પોલિસી વેચવાનું શરૂ કરી દીધું છે.
LIC Bima Sakhi Yojana અરજી માટે પાત્રતા:
મહિલા ઉમેદવારોની વય 18થી 70 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
10મું ધોરણ પાસ હોવું ફરજિયાત છે.
અરજી LICની અધિકૃત વેબસાઇટ પરથી ઓનલાઈન કરી શકાય છે.
LIC Bima Sakhi Yojana કેમ પસંદ કરવી જોઈએ?
મહિલાઓ માટે આ યોજના માત્ર આવક જ નથી, પણ આર્થિક મજબૂતી સાથે સાથે કાર્યકુશળતા વિકાસની અનોખી તક પણ આપે છે.. તમારા માટે આ પસંદગીની તક ચૂકતા નહીં – હવે જ LICની વેબસાઇટ પર જઈ અરજી કરો!