IND vs NZ: યુઝવેન્દ્ર ચહલનો મોટો રેકોર્ડ ખતરામાં, ફાઈનલમાં આ બે ખેલાડીઓ રચી શકે છે ઈતિહાસ!

2 Min Read

T20 વર્લ્ડ કપ ફાઈનલમાં તૂટી શકે છે યુઝવેન્દ્ર ચહલનો મોટો રેકોર્ડ, બે દિગ્ગજ ખેલાડીઓ રેસમાં સામેલ

T20 World Cup 2026 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે, 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ જંગ ખેલાશે. આ મહામુકાબલામાં માત્ર ટ્રોફી જ નહીં, પરંતુ વ્યક્તિગત રેકોર્ડ્સ પણ દાવ પર લાગેલા છે. ખાસ કરીને અક્ષર પટેલ અને કુલદીપ યાદવ પાસે ભારત માટે એક ખાસ સિદ્ધિ મેળવવાની સુવર્ણ તક છે.

અક્ષર પટેલ તોડી શકે છે યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અને વાઇસ કેપ્ટન અક્ષર પટેલ અત્યારે શાનદાર ફોર્મમાં છે. 32 વર્ષીય અક્ષર પટેલ ભારત માટે અત્યાર સુધી 93 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે, જેમાં તેમણે 94 વિકેટ ઝડપી છે.જો અક્ષર પટેલ ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે 3 વિકેટ લેવામાં સફળ રહે છે, તો તે ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિન બોલર બની જશે. હાલમાં આ રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે છે, જેમણે 80 મેચમાં 96 વિકેટ લીધી છે.

- Advertisement -

yuvendr.jpg

ભારત માટે સૌથી વધુ T20 વિકેટ લેનારા સ્પિન બોલરો

ખેલાડીનું નામમેચવિકેટ
યુઝવેન્દ્ર ચહલ8096
કુલદીપ યાદવ5495
અક્ષર પટેલ9394
રવિચંદ્રન અશ્વિન6572
વરુણ ચક્રવર્તી4472

કુલદીપ યાદવ પાસે પણ ઈતિહાસ રચવાની તક

રેસમાં માત્ર અક્ષર પટેલ જ નથી, પરંતુ કુલદીપ યાદવ પણ ખૂબ જ નજીક છે. કુલદીપે અત્યાર સુધી માત્ર 54 મેચમાં 95 વિકેટ ઝડપી છે. જો ફાઈનલ મેચમાં કુલદીપને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે છે, તો તે માત્ર 2 વિકેટ ઝડપીને યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડી શકે છે. જોકે, આ વર્લ્ડ કપમાં કુલદીપને અત્યાર સુધી માત્ર એક જ મેચ રમવા મળી છે, તેથી જોવાનું એ રહેશે કે કેપ્ટન તેને ફાઈનલમાં મોકો આપે છે કે નહીં.

- Advertisement -

yuvendr1.jpg

આ વર્લ્ડ કપમાં અક્ષર પટેલનું શાનદાર પ્રદર્શન

ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં અક્ષર પટેલે પોતાની ઉપયોગિતા સાબિત કરી હતી. તેણે 3 ઓવરમાં 35 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી અને ફિલ્ડિંગમાં પણ 3 શાનદાર કેચ પકડ્યા હતા. આ વર્લ્ડ કપમાં અક્ષર અત્યાર સુધી 6 મેચ રમ્યો છે અને 8 વિકેટ પોતાના નામે કરી છે.

Share This Article