વાપીના ડુંગરાથી ૩૫ વર્ષીય સમીનાખાતુન ગુમ

1 Min Read

વાપીના ડુંગરા ગામમાં રહેતી ૩૫ વર્ષીય સમીનાખાતુન સવારે ઘરેથી નીકળ્યા બાદ લાપતા

વાપીના ડુંગરા ગામમાં ડુંગરા કોલોની ખાતે આવેલા વિવેકનગરમાં શબનમની ચાલમાં રૂમ નં. ૪૩૦માં રહેતા આરીફ મરીદાસ અલીની ૩૫ વર્ષીય પત્ની સમીનાખાતુન (મૂળ રહે. ગામ, ડુમરી, પોસ્ટ/થાના. બખરખાસ, જિ. દેવરીયા, યુ.પી.) તા. ૨૭/૦૧/૨૦૨૬ના રોજ સવારે ૮ થી રાતના ૮-૩૦ વાગ્યા દરમિયાન કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી. જેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા પતિએ ડુંગરા પોલીસ મથકે જાણ કરી હતી. ગુમ સમીનાખાતુન શરીરે મધ્યમ બાંધો, ઘઉવર્ણ અને પાંચ ફૂટ બે ઈંચ ઉંચાઈ ધરાવે છે. તેણે શરીરે ગુલાબી કલરનું સલવાર શુટ પહેર્યુ હતું, જે કોઈને પણ તેણીના વાલી વારસોની ભાળ મળે તો ડુંગરા પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.

IMG 20260210 WA0001

- Advertisement -
Share This Article