ઈશાન મલિંગા T20 વર્લ્ડ કપ 2026 માંથી બહાર: શ્રીલંકાએ તેના રિપ્લેસમેન્ટ તરીકે યુવા બોલરની કરી જાહેરાત

4 Min Read

T20 વર્લ્ડ કપ 2026 પહેલાં શ્રીલંકાને મોટો ઝટકો ઈજાના કારણે ઈશાન માલિંગા ટૂર્નામેન્ટમાંથી બહાર, માત્ર 8 T20I રમનાર બોલરને મળી તક

ICC T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાની ગણતરી હવે ગણતરીના દિવસોમાં રહી છે, ત્યારે યજમાન શ્રીલંકાની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટૂર્નામેન્ટ શરૂ થવા પહેલાં જ ટીમના મહત્વપૂર્ણ ઝડપી બોલર ઈશાન માલિંગા ઈજાના કારણે આખા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે. આ કારણે શ્રીલંકાની ટીમની બોલિંગ યુનિટમાં મોટો ફેરફાર કરવો પડ્યો છે.

T20 વર્લ્ડ કપ 2026નું આયોજન ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાનીમાં 7 ફેબ્રુઆરીથી થવાનું છે. આ મહા ટૂર્નામેન્ટ પહેલાં શ્રીલંકાની ટીમ પોતાની તૈયારીઓમાં વ્યસ્ત હતી, પરંતુ ઈશાન માલિંગાની ઈજાએ ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી દીધી છે.

- Advertisement -

ખભાની ઈજાના કારણે માલિંગા બહાર

ઈશાન માલિંગાને ખભામાં ગંભીર ઈજા થઈ છે, જેના કારણે તેમને T20 વર્લ્ડ કપમાંથી બહાર કરવાના નિર્ણય પર પહોંચવું પડ્યું. માલિંગા તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ત્રણ મેચની T20I સિરીઝ માટે શ્રીલંકાની ટીમનો ભાગ હતા.

isan.jpg

- Advertisement -

આ સિરીઝ દરમિયાન, રવિવાર 1 ફેબ્રુઆરીના રોજ રમાયેલી દ્વિપક્ષીય T20I મેચમાં બોલિંગ કરતી વખતે તેમને ખભામાં ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તેઓ ટૂર્નામેન્ટ માટે ફિટ નહીં હોવાથી આખા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે.

ICCનું અધિકૃત નિવેદન

ICCએ ઈશાન માલિંગાની ઈજાને લઈને એક અધિકૃત નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં જણાવાયું છે કે ઈશાન માલિંગા ઇંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા અને મેડિકલ રિપોર્ટ બાદ તેમને T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ICCએ વધુમાં જણાવ્યું કે માલિંગાની જગ્યાએ મધ્યમ ગતિના બોલર પ્રમોદ માધુશનને શ્રીલંકાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

- Advertisement -

પ્રમોદ માધુશનને મળી મોટી તક

ઈશાન માલિંગાની જગ્યાએ પસંદ કરાયેલા પ્રમોદ માધુશન માટે આ એક મોટી તક છે. માધુશન અત્યાર સુધી શ્રીલંકા માટે 13 વનડે અને 8 T20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યા છે.પ્રમોદ માધુશને T20 ફોર્મેટમાં 12 વિકેટ ઝડપી છે. તેણે T20I ડેબ્યુ વર્ષ 2022માં કર્યો હતો અને છેલ્લે વર્ષ 2023માં આ ફોર્મેટમાં શ્રીલંકા તરફથી મેચ રમી હતી. લાંબા સમય બાદ તેમને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાને સાબિત કરવાની તક મળી છે.

ઈશાન માલિંગાનું ટૂંકું પરંતુ અસરકારક કારકિર્દી

ઈશાન માલિંગાએ શ્રીલંકા માટે T20 ઇન્ટરનેશનલ ડેબ્યુ નવેમ્બર 2025માં કર્યું હતું. ત્યારબાદ તેમણે કુલ 8 T20I મેચમાં ભાગ લીધો અને 8 વિકેટ ઝડપી હતી. છેલ્લા એક વર્ષમાં તેઓ શ્રીલંકાની બોલિંગ લાઇન-અપનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા હતા.આ ઉપરાંત, IPL 2025માં તેમણે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તેમની પ્રતિષ્ઠા ઝડપી બોલર તરીકે વધી હતી. વર્લ્ડ કપ જેવા મોટા મંચ પર તેમની ગેરહાજરી શ્રીલંકા માટે મોટું નુકસાન માનવામાં આવી રહી છે.

ધનંજય ડી સિલ્વા પણ ટીમમાંથી બહાર

ઈશાન માલિંગા પહેલા પણ શ્રીલંકાની ટીમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. ફોર્મમાં ન રહેલા અનુભવી ઓલરાઉન્ડર ધનંજય ડી સિલ્વાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.તેમની જગ્યાએ યુવા અને પ્રતિભાશાળી ખેલાડી કમિન્દુ મેન્ડિસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સિલેક્ટર્સે ફોર્મ અને સંતુલનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

શ્રીલંકાનો મજબૂત સ્ક્વોડ, પડકારજનક મુકાબલા

શ્રીલંકાના પસંદગીકારોએ T20 વર્લ્ડ કપ માટે મજબૂત અને સંતુલિત ટીમ પસંદ કરી છે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે ઈજાઓ અને ફેરફારો છતાં શ્રીલંકાની ટીમ આ વર્લ્ડ કપમાં કેટલું સારું પ્રદર્શન કરી શકે છે.

isan11.jpg

આયર્લેન્ડ સામે થશે પ્રથમ મુકાબલો

T20 વર્લ્ડ કપ 2026માં શ્રીલંકા પોતાની તમામ મેચો હોમ ગ્રાઉન્ડ પર રમશે. ટીમ પોતાનું અભિયાન 8 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ સામેની મેચથી શરૂ કરશે. ત્યારબાદ શ્રીલંકા 12 ફેબ્રુઆરીએ ઓમાન સામે રમશે.આ પછી 16 ફેબ્રુઆરીએ ક્રિકેટ ચાહકોને એક મોટો મુકાબલો જોવા મળશે, જ્યારે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા આમને-સામને આવશે.

T20 વર્લ્ડ કપ 2026 માટે શ્રીલંકાની ટીમ

દાસુન શાનકા (કેપ્ટન), પાથુમ નિસંકા, કમિલ મિશારા, કુશલ મેન્ડિસ, કમિન્દુ મેન્ડિસ, કુશલ ઝેનિથ પરેરા, ચરિથ અસલંકા, ઝેનિથ લિયાંગે, પવન રત્નાયક, વનિન્દુ હસરંગા, દૂનિથ વેલાલાગે, મહીષ તિક્ષણા, દુષ્મંથા ચમીરા, મથિશા પથિરાણા, પ્રમોદ માધુશન

Share This Article