કોરોના ની સ્થિતિ બગડતી જઈ રહી છે લોકો માં હજુપણ જાગૃતિ નો અભાવ જોવા મળી રહ્યો છે ગત્ રોજ શનિવારે ગુજરાત માં 55 પોઝિટિવ કેસો નોંધાયા હતા. ત્યારે આજે રવિવારે અમદાવાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ આવતા આંકડો 58 પર પહોચી ગયો છે ત્યારે આજે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. સાથે જ રાજ્યમાં કોરોનાથી મૃત્યુપામનારનો આંક 5 પર પહોંચી ગયો છે ,લોકડાઉન નો અમલ જોઈએ તેવો થતો નથી પરિણામે
કોરોના વાઇરસના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે. લોકડાઉન છતાં લોકો ઘરની બહાર ટોળે વળી રહ્યા છે, પરિણામે અમદાવાદ પોલીસે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે અને પોલીસે હવે ક્રિકેટ રમતા લોકો સામે પણ ગુનો નોંધ્યો છે. રન્નાપાર્ક સોસાયટીમાં ભેગા મળી ક્રિકેટ રમતા 7 લોકો સામેઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. ઉપરાંત અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગના 40થી વધુ ગુના નોંધાયા છે અને 130થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. સાબરમતી, રાણીપ, નિકોલ, રામોલ, ગોમતીપુર,રખિયાલ, ઇસનપુર, પાલડી, સેટેલાઇટ, સરખેજ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ટોળા કરીને ઉભેલા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગતરોજ અહીં કોરોના વાઈરસને કારણે આસ્ટોડિયાની 46 વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું હતું. જ્યારે શનિવારે વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા. આ મહિલાને કોરોનાનો ચેપ સ્થાનિક સ્તરેથી જ લાગ્યો હોવાનું મનાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હાલ મહિલાને ચેપ કેવી રીતે લાગ્યો તેની તપાસ કરી રહ્યું છે. મહિલાને 26 માર્ચે એસવીપીમાં દાખલ કરવામાં આવી હતી અને બે દિવસમાં જ તેનું મૃત્યુ થયું છે. શ્વાસ લેવામાં તકલીફને કારણે તરત વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. મહિલા હાયપર ટેન્શન અને ડાયાબિટીસથી પીડાતી હતી. શનિવારે જે ત્રણ પોઝિટિવ કેસ આવ્યા તેમના સંપર્કમાં આવેલા 40ને ક્વોરન્ટાઈનમાં મુકાયા છે
આસ્ટોડિયાની મહિલાની દફનવિધિ બહેરામપુરાના છીપા કબ્રસ્તાનમાં કરવા ગયા ત્યારે ટોળા ભેગા થઈ ગયા હતા અને વિરોધ કર્યો હતો. અંતે મ્યુનિ.એ દાણીલીમડા ચાર રસ્તા પાસેના કબ્રસ્તાનમાં અંતિમવિધિ કરી હતી. દરમિયાન સરખેજના 70 વર્ષના પુરુષ સગાંની ખબર કાઢવા ઈન્દોર ગયા હતા ત્યાંથી આવ્યા પછી તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગુલબાઈ ટેકરાનો 33 વર્ષનો યુવક અમેરિકાથી આવેલા મિત્રને મળ્યો હતો અને એ પછી શ્રીલંકાથી આવેલા તેના બે ભાગીદારને મળ્યો હોવાની વાત સામે આવી છે
મહિલાની દફનવિધિ માટે 10 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. તેમજ તેના પરિવારજનોને પણ મહિલાના મૃત શરીર પાસે જવા દેવામાં આવ્યા ન હતા. તબીબો અને એસવીપી હોસ્પિટલના સ્ટાફના સભ્યો દ્વારા જ આ સંપૂર્ણ દફન વિધિ કરવામાં આવી હતી. તેમાં પણ મહિલાના મૃત શરીરને પ્લાસ્ટિકની બેગમાં લપેટીને લાવવામાં આવ્યું હતું. સાથે તે બેગમાં કેટલાક ચીજો એવી પણ મૂકવામાં આવી હતી જેથી તેનું બોડી જલદીથી ડીસ્પોઝ થઇ શકે. આમ કોરોના ની સ્થિતિ ની ભયાનકતા ધીરેધીરે બહાર આવી રહી છે અને ખુબજ ઝડપ થી સંક્ર્મણ ફેલાઈ રહ્યા નું સામે આવી રહ્યું છે પરિણામે આરોગ્ય વિભાગ માં ચિંતા પ્રસરી છે.
