અમદાવાદમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસ સામે આવતાં જાય છે, તો સાથે જ અમદાવાદમાં કોરોનાને કારણે 3 લોકોનાં મોત પણ નિપજી ચૂક્યા છે. તેવામાં અમદાવાદમાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આમ અમદાવાદમાં કોરોનાના કુલ 22 કેસ પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે. તો રાજકોટ ગ્રામ્યમાં પણ એક યુવાનનો કેસ પોઝિટિવ આવ્યો હતો. આમ રાજકોટમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 9 થઈ ગયો છે.
