ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યાબાદ અહીં નોંધાયેલા 5 પોઝિટિવ કેસ પૈકી જેસરના મોટાખુંટવડાની 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આથી ગ્રામ્યમાં એકનું મોત નોંધાયું છે. અન્યચાર કેસ શહેરના છે. નોંધનીય છે કે, 6 દિવસ પહેલા ભાવનગરમાં કોરોના વાઈરસથી એક દર્દીનું મોત નિપજ્યું હતું. અને શહેરના આ 4 લોકો મૃતકનાં સંપર્કમાં આવ્યાં હોવાનું મનાઈ રહ્યું છે
ભાવનગરમાં 26 માર્ચે વૃદ્ધનું કોરોના વાઇરસને કારણે મોત થયા બાદ આજે જેસરના મોટાખુંટવડ ગામે 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્ય હતું. આથી કોરોના વાઇરસથી ભાવનગર જિલ્લામાં આ બીજું મોત છે. આ મહિલા સુરતથી આવી હતી અને તેના સંબંધીઓ દ્વારા ચેપ લાગ્યાનું જાણવા મળ્યું છે.અહીં પાંચ પોઝિટિવ પૈકી એકનું મોત નીપજતા ગુજરાતમાં અત્યાર સુધીમાં મોતનો આંકડો 6 પર પહોંચ્યો હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે , ભાવનગર માં બહાર થી મોટી સંખ્યા માં લોકો ઉમટી રહ્યા છે અને પૂરતું ચેકીંગ નહિ થતા ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું હોવાની વાત સામે આવી રહી છે.
