ગુજરાતમાં કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયો છે. દિન પ્રતિદિન કોરોનાના સંક્રમણ વધતું જાય છે. આજ રોજ ગુજરાતમાં અમદાવાદમાં વધુ બે કોરોના પોઝેટીવના દર્દીઓ નોંધાતા આંકડો ૭૩ એ પહોંચ્યો છે. ગુજરાતમાં કુલ ૬ લોકોના મોત નીપજ્યા છે. લોકલ ટ્રાન્સમિશનનું આ ત્રીજુ સ્ટેજ શરૂ થતા કોરોના દર્દીઓની સંખ્યા વધવાની શક્યતા વધારે છે.
પીએમ મોદી દ્રારા સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે હાલ લોકો તેનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. જો કે ગુજરાત પોલીસ દ્રારા તેને કડકપણે અમલ કરવામાં આવી રહ્યો છે.