કોરોના સામે લડવા માટે દાતાઓ હવે આગળ આવી રહ્યા છે અને પોતાની યથાશક્તિ દાન કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ પણ પોતાનીઅંગત બચતમાંથી પીએમ કેર ફંડમાં રૂ.25000 હજારનું દાન આપ્યું હોવાની વિગતો જાણવા મળી છે, હાલ માં નાનામોટા સૌ કોરોના માં સહાય અર્પણ કરી રહ્યા છે ત્યારે હીરાબા એ પણ પોતાની બચત ની મૂડી માંથી રૂ.25000 નું દાન કર્યું હતું અત્રે નોંધનીય છે કે હીરાબા એકદમ સાદુ જીવન જીવે છે.
