કોરોના ના હાહાકાર વચ્ચે દેશભર ના તમામ એરપોર્ટ પર 22માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ કરી દેવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં કોરોનાના લક્ષણો બહાર આવવાનો ઈન્ક્યુબેશન પિરિયડ 5 એપ્રિલે પૂરો થતો હોવાથી હજુ ગુજરાત માટે 5 એપ્રિલ સુધીના દિવસો ખુબજ કટોકટીભર્યા છે. અને આ બધા વચ્ચે ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશન વધતા સ્થિતિ કફોડી બની છે ત્યારે લોકડાઉનનો કડકપણે અમલ થાય તે અત્યંત જરૂરી છે.ગુજરાતઆવેલા વિદેશી પ્રવાસીઓનો ક્વોરન્ટીન્ટીન પિરિયડ 5 એપ્રિલે પૂરો થશે, કેમકે 22 માર્ચની છેલ્લી ફ્લાઈટમાં આવેલા પ્રવાસીઓના 14 દિવસ 5 એપ્રિલે પુરા થઈ રહ્યાં હોવાથી 5 તારીખ સુધી સાવચેતી રાખવી જરૂરી છે.
નહીતો ગુજરાતની સ્થિતિ અતિ ગંભીર બની શકે તેમ છે.
ગુજરાત માટે ચિંતાની બાબત એ છે કે, વિદેશી પ્રવાસીઓનો ક્વોરન્ટીન પિરિયડ પૂરો થાય એ પહેલાંજ અમદાવાદ તો આખા દેશમાં કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. તેમાં પણ ગુજરાતમાં પ્રવાસીઓ કરતા લોકલ ટ્રાન્સમિશન વાળા કોરોના પોઝિટિવના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. આમ ગુજરાતમાં વિદેશ ના પ્રવાસીઓ કરતા લોકલ ટ્રાન્સમિશન વધતા ચેપ પ્રસર્યો છે. તેમાં પણ હજુ સુધી આ ફેલાવો ક્લસ્ટર સુધી તો પહોંચી ગયો છે જો હજુ કડકાઈથી લોકડાઉન નહીં રહે તો આગામી દિવસોમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન તરફ આગળ વધે તો ગુજરાતની સ્થિતિ અતિ ગંભીર બને તેવું આરોગ્ય વિભાગ ના સૂત્રો જણાવી રહ્યા છે.
