એક તરફ કોરોના સ્થિતિ ને લઇને રાજ્યભરમાં લોકડાઉન છે , અને બીજી તરફ પાન , બીડી અને દારૂના બંધાણીઓ ના સમૂહ માં પણ નિરાશા વ્યાપી ગઈ છે ત્યારે આવા બંધાણીઓ મો માગ્યા પૈસા આપીને પણ વ્યસન સંતોસી રહ્યા છે. તેવામાં અમદાવાદ ના વટવા વિસ્તારમાં ગઇરોજ રાત્રે દારૂની લૂંટ થઈ હોવાનો મામલો પ્રકાશ માં આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. વાત જાણે એવી બની કે શહેરના વટવા વિસ્તારમાં એક એસયુવી કાર ટાયર ફાંટતા ખુલ્લા મેદાનમાં આવી ગઇ હતી. અચનાક મેદાનમાં આવી પહોંચેલી કારને જોવા લોકોના ટોળા એકઠાં થયા હતા. લોકોના ટોળા જોઇને કાર માં સવાર બે શખ્સો કાર ત્યાં જ મૂકીને ફરાર થઇ ગયા હતા. કારમાં શુ છે એ જોવા લોકોએ પ્રયાસ કર્યો હતો. જોકે કાર લોક હોવાથી લોકોએ કાચ તોડીને અંદર જોતા કારમાં દારૂની બોટલો ભરેલો મોટો જથ્થો નજરે ચડતા બંધાણીઓ ગેલ માં આવી ગયા હતા અને લોકો તૂટી પડ્યા હતા અને દારૂ ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. આ બનાવ બાદ સ્થળ પર પહોંચેલી પોલીસ ને દારૂની લૂંટ થઈ હોવાની ખબર પડતાં કાર માં દારૂ લાવનાર ઈસમો લોકડાઉન માં અહીં સુધી જથ્થો લાવ્યા કઈ રીતે વગેરે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે જોકે મફત માં દારૂ લૂંટી ભાગી છૂટનાર બંધાણીઓ અંગે કોઈ ભાળ મળી ન હતી. આ બનાવે ભારે ચકચાર જગાવી હતી.
